નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ટીમની જાહેરાત પહેલા ભારતના ફાસ્ટ બોલર ઈશાંત શર્માને ઈજા થઈ છે. સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઈશાંતને દિલ્હીમાં રણજી ટ્રોફી મેચ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદર્ભ વિરુદ્ધ દિલ્હી માટે રમી રહેલા ઈશાંત શર્માની ઈજાની ગંભીરતાનો હજુ ખ્યાલ આવ્યો નથી, પરંતુ તે દુખાવાથી પરેશાન હતો અને સહયોગી સ્ટાફની મદદથી સ્ટેડિયમથી બહાર ગયો હતો. 


વિદર્ભની બીજી ઈનિંગની પાંચમી ઓવરમાં તેને ઈજા થઈ હતી. શોર્ટ બોલ પર વિરોધી કેપ્ટન ફૈજ ફઝલે પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો અને ફોલો થ્રૂમાં ઈશાંત લપસી ગયો હતો. તેણે તરત ચિકિત્સા મદદ લેવી પડી હતી. 


31 વર્ષીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ વિદર્ભની પ્રથમ ઈનિંગમાં 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઈશાંતની આ રણજી સિઝનમાં અંતિમ મેચ હતી. કારણ તે તેની પસંદગી ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ફાઇનલ હતી. ઈજા ગંભીર હશે તો તેણે એનસીએમાં જવું પડશે. 


ઉલ્લેખનીય છે કે ભારત 21 ફેબ્રુઆરીથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ન્યૂઝીલેન્ડમાં બે મેચોની સિરીઝ રમશે. 


IND vs NZ: ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હવે ન્યૂઝીલેન્ડનો વારો, જૂઓ સંપૂર્ણ કાર્યક્રમ 


ન્યૂઝીલેન્ડ પ્રવાસઃ ટેસ્ટ કાર્યક્રમ


1. પ્રથમ ટેસ્ટઃ વેલિંગટન - 21-25 ફેબ્રુઆરી


2. બીજી ટેસ્ટઃ ક્રાઇસ્ટચર્ચ- 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર