IND vs NZ: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રેયસ અય્યરે રચ્યો ઈતિહાસ, પ્રથમ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો
ઘરેલૂ ક્રિકેટમાં મુંબઈ તરફથી રમનાર શ્રેયસ પર્દાપણ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
કાનપુરઃ શ્રેયસ અય્યર (Shreyas Iyer) એ ટેસ્ટમાં મળેલી તકને બે હાથે ઝડપી લીધી છે. ન્યૂઝીલેન્ડ (IND vs NZ Kanpur Test) વિરુદ્ધ પર્દાપણ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર અય્યરે બીજી ઈનિંગમાં પણ અડધી સદી ફટકારી છે. આ સાથે શ્રેયસે કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ઈતિહાસ રચી દીધો છે.
ઘરેલૂ ક્રિકેટમાં મુંબઈ તરફથી રમનાર શ્રેયસ પર્દાપણ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. શ્રેયસ આ સિદ્ધિને હાસિલ કરનાર ઓવરઓલ 10મો ખેલાડી છે. તેણે પ્રથમ ઈનિંગમાં 105 રન બનાવ્યા હતા. અય્યરે 109 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
26 વર્ષીય શ્રેયસે પ્રથમ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાની સાથે પાંચમી વિકેટ માટે 121 રન જોડ્યા હતા જ્યારે ચોથી વિકેટ પર રહાણેની સાથે 39 રનની ભાગીદારી કરી હતી. બીજી ઈનિંગમાં અય્યરે અશ્વિન સાથે મળીને છઠ્ઠી વિકેટ પર 52 રન જોડ્યા તો સાહાની સાથે સાતમી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચોઃ Ashwin Surpasses Wasim Akram: અશ્વિને તોડ્યો અકરમનો રેકોર્ડ, હવે ભજ્જીને પછાડવાની તૈયારી
પર્દાપણ ટેસ્ટની બંને ઈનિંગમાં 50 પ્લસ સ્કોર કરવાના મામલામાં અય્યર ત્રીજા નંબર પર છે. આ પહેલા દિલાવર હુસૈન અને સુનીલ ગાવસ્કર આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.
તોડ્યો લાલા અમરનાથનો રેકોર્ડ
ભારતીયોમાં પર્દાપણ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં અય્યર (170 રવ, પ્રથમ ઈનિંગમાં 105, બીજી ઈનિંગમાં 65) ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. તેણે આ દરમિયાન લાલા અમરનાથનો રેકોર્ડ તોડ્યો છે. અમરનાથે 1933/34 માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 156 રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર શિખર ધવન છે. ધવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2012/13 માં મોહાલીમાં 187 રન જોડ્યા હતા તો રોહિત શર્માએ 2013/14 માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કોલકત્તામાં 177 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube