રાયપુરઃ ભારતીય ફાસ્ટ બોલરોની ઘાતક બોલિંગ માટે કીવી ટીમ વામણી પૂરવાર થઈ છે. રાયપુર વનડેમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર ત્રણ બેટર બે આંકડામાં પહોંચી શક્યા હતા. ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. આ સિવાય બ્રેસવેલે 22 અને સેન્ટનરે 27 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ શમીએ 18 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. ભારતે સિરીઝ કબજે કરવા માટે માત્ર 109 રન બનાવવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહમ્મદ શમી અને સિરાજનો ઘાતક સ્પેલ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમ ભારતીય ફાસ્ટ બોલરોનો સામનો કરવામાં સતત નિષ્ફળ રહી હતી. પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર મોહમ્મદ શમીએ ફિન એલેન (0) ને બોલ્ટ કરી મહેમાન ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સ એક-એક રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતા. હેનરી નિકોલ્સ 20 બોલનો સામનો કરી માત્ર બે રન બનાવી સિરાજની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ ડેરિલ મિચેલ (1) રન બનાવી શમીની ઓવરમાં આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે 9 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 


આ પણ વાંચોઃ ICC સાથે થયું 2.5 મિલિયન ડૉલરનું કૌભાંડ, જાણો શું છે સમગ્ર મામલો


ડેવોન કોનવે 7 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન ટોમ લાથમ પણ માત્ર 1 રન બનાવી શક્યો હતો. તેને શાર્દુલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 15 રનમાં ન્યૂઝીલેન્ડની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ગ્લેન ફિલિપ્સ અને બ્રેસવેલે ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 56 રન હતો ત્યારે બ્રેસવેલ (22) ને શમીએ આઉટ કર્યો હતો. મિચેલ સેન્ટનર 27 રન બનાવી હાર્દિકની ઓવરમાં બોલ્ડ થયો હતો. ગ્લેન ફિલિપ્સ 36 રન બનાવી આઉટ થયો હતો. 


ભારત તરફથી મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. આ સિવાય વોશિંગટન સુંદર અને હાર્દિક પંડ્યાને બે-બે વિકેટ તથા કુલદીપ, સિરાજ અને ઠાકુરને એક-એક વિકેટ મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube