INDvsNZ 1st T20I: ન્યૂઝિલેન્ડમાં ભારતની ધમાકેદાર શરૂઆત, વિદેશમાં `સૌથી મોટી જીત`નો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમ અને મેજબાન ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાનમાં પાંચ મેચોની ટી20 શ્રેણીની પહેલી મેચ રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન કર્યા. ભારતને જીત માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ અને મેજબાન ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાનમાં પાંચ મેચોની ટી20 શ્રેણીની પહેલી મેચ રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન કર્યા. ભારતને જીત માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂઝિલેન્ડ તરફથી કોલિન મુનરોએ સૌથી વધુ 59 રન કર્યાં. જ્યારે કેપ્ટન કેન વિલિયમસને 51 રન કર્યાં. આ ઉપરાંત રોસ ટેલરે 54 રન કર્યાં. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને 4 વિકેટ પડી ગઈ. જો કે શ્રેયસ ઐય્યર અને મનિષ પાંડેની દમદાર બેટિંગના કારણે ભારતે જીત મેળવી લીધી. આ સાથે મહેમાન ટીમ પાંચ મેચોની ટી20 સિરીઝમાં 1-0ની લીડ લીધી છે. ટી20 ક્રિકેટમાં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ભારતની આ રેકોર્ડ જીત છે. તેણે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પહેલીવાર 200થી મોટું લક્ષ્યાંક મેળવ્યું છે. આમ તો આ ટી20 ક્રિકેટમાં ચોથીવાર બન્યું છે કે જ્યારે ભારતે 200થી મોટું લક્ષ્યાંક હાંસલ કરીને જીત મેળવી છે.
ભારતનો દાવ
204 રનના લક્ષ્યાંકનો પીછો કરવા રોહિત શર્મા અને કેએલ રાહુલ મેદાનમાં ઉતર્યા પરંતુ હજુ તો સેટ થાય તે પહેલા જ રોહિત શર્મા છગ્ગો મારીને ટીમ સાઉદીની બોલિંગમાં કેચ આઉટ થયો. ત્યારબાદ રાહુલ અને વિરાટ કોહલી રમતમાં હતાં. જો કે રાહુલ અડધી સદી ફટકારીને 27 બોલમાં 56 રન કરી સોઢીની બોલિંગમાં કેચ આઉટ થયો. ત્યારબાદ વિરાટ પણ ટકી શક્યો નહીં. તે 3 રન વધુ ઉમેરીને 12મી ઓવરમાં ટિકનરના બોલ પર માર્ટિન ગપ્ટિલે કેચ આઉટ થતા પેવેલિયન ભેગો થયો.
જો કે શિવમ દુબે પણ ત્યારબાદ ટકી શક્યો નહીં અને 13 રનના અંગત સ્કોર પર સોઢીની બોલિંગમાં આઉટ થયો. જો કે ત્યારબાદ શ્રેયસ ઐય્યર અને મનિષ પાંડે ન્યૂઝિલેન્ડના મોઢામાંથી જીતનો કોળિયો છીનવી ગયાં. શ્રેયસે 29 બોલમાં 58 રન અને મનિષ પાંડેએ 12 બોલમાં 14 રન કર્યાં. ભારતે નિર્ધારિત લક્ષ્યાંક 204 રન 4 વિકેટ ગુમાવીને 19 ઓવરમાં મેળવી લીધો.
ન્યૂઝિલેન્ડનો દાવ
ન્યૂઝિલેન્ડ તરફથી કોલિન મુનરો અને માર્ટિન ગપ્ટિલ ઓપનિંગ માટે ઉતર્યા હતાં. આ બંને બેટ્સમેનોએ ભારતીય બોલરોની ખુબ પીટાઈ કરી અને 7.5 ઓવરમાં 80 રન ઠોક્યાં. આઠમી ઓવરમાં ગપ્ટિલ ભારતના યુવા બોલર શિવમ દુબેના હાથે આઉટ થયો. માર્ટિન ગપ્ટિલ 30 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. બીજી વિકેટ કોલિન મુનરોની પડી જે 59 રન કરીને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં કેચ આઉટ થયો.
ત્રીજો ઝટકો કોલિડ ડી ગ્રેન્ડહોમની વિકેટના રૂપમાં લાગ્યો. રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં શિવમ દુબેએ કેચ કર્યો. તે ખાતુ પણ ખોલાવી શક્યો નહીં. ન્યૂઝિલેન્ડની ચોથી વિકેટ કેપ્ટન કેન વિલિયમસન તરીકે પડી. જે 51 રન કરીને યુજવેન્દ્રની બોલિંગમાં આઉટ થયો. પાંચમી વિકેટ બુમરાહે લીધી. આમ ન્યૂઝિલેન્ડે 5 વિકેટ ગુમાવીને 203 રન કર્યાં અને ભારતને જીત માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો.
જુઓ LIVE TV
ભારતે ટોસ જીત્યો
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને મેજબાન ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
ભારત પ્લેઈંગ 11: રોહિત શર્મા, લોકેસ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી
ન્યૂઝિલેન્ડની ટીમ: માર્ટિન ગપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન(કેપ્ટન), ટીમ સીફર્ટ, રોસ ટેલર, કોલન ડી ગ્રેન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટીમ સાઉદી, ઈશ સોઢી, બ્લેયર ટિકર, હામિશ બેનેટ.