નવી દિલ્હી: IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમ આજથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની ટી20 સિરીઝ રમશે. આ સિરીઝની સાથે જ રોહિત શર્મા ટી20 ટીમનો કાયમી કેપ્ટન પણ બનવાનો છે. જ્યારે ન્યૂઝીલન્ડનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન આ સિરીઝમાંથી બહાર થયો છે. ત્યારબાદ હવે ન્યૂઝીલેન્ડની ટીમ ગભરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉદી હશે ટીમનો કેપ્ટન
આઈસીસી ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં હાર બાદ ન્યૂઝેલન્ડ હવે ભારતમાં ત્રણ મેચોની ટી20 સિરીઝ રમવા માટે તૈયાર છે. જેના પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટીમ સાઉદીએ મંગળવારે કહ્યું કે તેમની ટીમને ભારત વિરુદ્ધ બુધવારથી શરૂ થઈ રહેલી ટી20 સિરીઝ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. સાઉદી કેન વિલિયમસનની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરશે. વિલિયમસન ટી20 સિરીઝ બાદ થનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ પર ધ્યાન કેન્દ્રીત કરશે. 


એરપોર્ટ પર કરોડોની ઘડિયાળો જપ્ત થવાની ખબર વાયરલ થતા હાર્દિક પંડ્યાએ આપ્યું રિએક્શન, જાણો શું કહ્યું?


ભારતથી ડરી કિવી ટીમ
સાઉદીએ મંગળવારે પ્રી મેચ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે ટી20 વર્લ્ડ કપમાં ખુબ સારું ક્રિકેટ રમ્યા પરંતુ ફાઈનલમાં ન જીતવાથી નિરાશ છીએ. હવે અમારે અમારું ધ્યાન આ સિરીઝ અને ભારતમાં રમવાના નવા પડકાર પર કેન્દ્રીત કરવું પડશે. સાઉદીનું માનવું છે કે ભારતમાં રમવું ખુબ પડકારભર્યું હોય છે અને ટીમ ઈન્ડિયાને હરાવવી ખુબ મુશ્કેલ છે. સાઉદીએ વિલિયમસનની ટી20 સિરીઝથી બહાર થવાની વાતને ટીમ માટે ખરાબ ગણાવી. તેનાથી ટીમને એક મોટી કમી મહેસૂસ થશે. તેઓ એક મહાન ખેલાડી છે. તેમની જગ્યાએ આવેલા નવા ખેલાડી માટે સારી તક છે. તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટનશીપ કરવી એ હંમેશા રોમાંચક હોય છે. હું આ પડકાર અને સન્માન માટે તૈયાર છું. 


ટી20 સીરીઝનું શિડ્યૂલ


1. પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચ- 17 નવેમ્બર- જયપુર- સાંજે 7 વાગે


2. બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ- 19 નવેમ્બર 2021- રાંચી- સાંજે 7 વાગે


3. ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ- 21 નવેમ્બર 2021- કોલકાતા- સાંજે 7 વાગે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube