IND vs NZ ટેસ્ટઃ ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેને ડેબ્યૂ મેચમાં જ ન્યૂઝીલેન્ડના બોલરોને ધોયા, સદી ફટકારીને 5 મોટા રેકોર્ડ બનાવ્યા
ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં શ્રેયસ અય્યરે સદી ફટકારી દીધી હતી. તે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર 16મા ભારતીય બેટ્સમેન બની ગયા છે. શ્રેયસ મેચના બીજા દિવસે 105 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા.
IND vs NZ Test: ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરી હતી. ડેબ્યૂ કરી રહેલા આ ભારતીય મીડલ ઓર્ડર બેટ્સમેન માટે કાનપુર ટેસ્ટ યાદગાર બની ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં શ્રેયસ અય્યરે સદી ફટકારી દીધી હતી. તે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર 16મા ભારતીય બેટ્સમેન બની ગયા છે. શ્રેયસ મેચના બીજા દિવસે 105 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા.
આશ્ચર્યની વાત તો એ છે કે ભારત માટે ડેબ્યૂ કરતા છેલ્લી ત્રણ સદી મુંબઈના જ બેટ્સમેનોએ ફટકારી છે. તેમાં રોહિત શર્મા અને પૃથ્વી શો બાદ શ્રેયસ અય્યરનું નામ જોડાઈ ગયું છે.
અય્યરે પોતાની આ સદીની સાથે જ 5 મોટા રેકોર્ડ નોંધાવ્યા છે.
1. શ્રેયસ અય્યર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16મો ભારતીય બન્યો છે. છેલ્લી ડેબ્યૂ સદી યુવા બેટ્સમેન પૃથ્વી શૉએ ફટકારી હતી. આ ભારતીય યુવા ઓપનરે 2018માં આ સિદ્ધિ મેળવી હતી.
2. શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ કરતી વખતે સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન બની ગયા છે. તેમના પહેલા આ રેકોર્ડ 1976માં સુરિન્દર અમરનાથ અને 1955માં એજી ક્રિપાલ સિંહે બનાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય બેટ્સમેનોની ડેબ્યૂ મેચમાં સદી
સુરિન્દર અમરનાથ 124 રન (1976, ઓકલેન્ડ)
એજી ક્રિપાલ સિંહ અણનમ 100 રન (1955, હૈદરાબાદ)
શ્રેયસ અય્યર 105 રન (2021, કાનપુર)
3. શ્રેયસ અય્યર ડેબ્યૂ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર 13મો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
4. ઘરઆંગણે પોતાની ડેબ્યુ ટેસ્ટ રમીને શ્રેયસ અય્યર સદી ફટકારનાર 10મો ભારતીય ખેલાડી બન્યો.
5. કાનપુર મેદાન પર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર તે બીજા બેટ્સમેન છે. તેમના પહેલા ગુંડપ્પા વિશ્વનાથે 1969માં આ સિદ્ધિ મેળવી હતી.