ધર્મશાલાઃ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી વિશ્વકપ-2023માં આમને-સામને છે. આ મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી થઈ છે. આ વચ્ચે ભારતના યુવા બેટર શુભમન ગિલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શુભમન ગિલ વનડે ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં બે હજાર રન પૂરા કરનારો બેટર બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિલે પૂરા કર્યાં 2 હજાર રન
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ કરવા દરમિયાન વનડે ક્રિકેટમાં 2 હજાર રન પૂરા કર્યાં હતા. શુભમન ગિલે માત્ર 38 ઈનિંગમાં બે હજાર રનનો આંકડો પાર કર્યો છે. તે સૌથી ઓછી ઈનિંગમાં બે હજાર રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. શુભમન ગિલે માત્ર 38 ઈનિંગમાં વનડે ક્રિકેટમાં બે હજાર રન પૂરા કર્યાં છે. ગિલે આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો છે. અમલાએ 40 ઈનિંગમાં 2000 રનનો આંકડો પાર કર્યો હતો. 


વનડેમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટર (ઈનિંગની દ્રષ્ટિએ)
શુભમન ગિલ- 38 ઈનિંગ
હાશિમ અમલા- 40 ઈનિંગ
ઝહીર અબ્બાસ- 45 ઈનિંગ
કેવિન પિટરસન- 45 ઈનિંગ
બાબર આઝમ- 45 ઈનિંગ
રાસી વાન ડર ડુસેન- 45 ઈનિંગ


વનડેમાં 2000 રન પૂરા કરનાર પાંચમો સૌથી યુવા ભારતીય ગિલ
શિભમન ગિલ વનડે ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે બે હજાર રન પૂરા કરનાર પાંચમો બેટર બની ગયો છે. શુભમન ગિલે 24 વર્ષ, 44 દિવસની ઉંમરે વનડે ક્રિકેટમાં બે હજાર રન પૂરા કર્યાં છે. આ લિસ્ટમાં સચિન પ્રથમ સ્થાને છે. સચિન તેંડુલકરે 20 વર્ષ, 354 દિવસની ઉંમરે વનડેમાં બે હજાર રન પૂરા કર્યાં હતા. યુવરાજ સિંહે 22 વર્ષ 51 દિવસ, વિરાટ કોહલીએ 22 વર્ષ, 215 દિવસ, સુરેશ રૈનાએ 23 વર્ષ 45 દિવસની ઉંમરે વનડે ક્રિકેટમાં બે હજાર રન પૂરા કર્યાં હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube