IND vs NZ: હાર્દિક પંડ્યા સંપૂર્ણ પણે ફિટ નથી, કીવી સામે ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર
વડોદરાના આ 26 વર્ષીય ક્રિકેટરે દાવો કર્યો હતો કે તે ન્યૂઝીલેન્ડના પ્રવાસના બીજા ભાગ માટે ફિટ થઈ જશે પરંતુ બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રએ કહ્યું કે, તે પંડ્યાનો વ્યક્તિગત અંદાજ હતો.
નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે મેચ ફિટનેસ હાસિલ કરી શક્યો નથી અને તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝ માટે પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંર્ટોલ બોર્ડ (BCCI)એ શનિવારે આ જાણકારી આપી છે.
બીસીસીઆઈ તરફથી જારી નિવેદન પ્રમાણે, પંડ્યા લંડન ગયો હતો જ્યાં તેની સાથે નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ ફિઝિયો આશીષ કૌશિક પણ રહ્યાં હતા. લંડમાં સર્જન ડો. જેમ્સ એલીબોને તેની તપાસ કરી છે.
નિવેદન પ્રમાણે, હાર્દિક એનસીએમાં રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થશે, જ્યારે તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે નહીં. હાર્દિક પંડ્યા પાછલા વર્ષે સપ્ટેમ્બરથી મેદાનથી દૂર છે. તેણે આફ્રિકા વિરુદ્ધ સપ્ટેમ્બરમાં બેંગલુરૂમાં અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝ બાદ 3 વનડે અને 2 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. ભારતીય ટીમે ટી-20માં 4-0ની લીડ બનાવી લીધી છે અને સિરીઝની પાંચમી અને અંતિમ ટી20 રવિવારે માઉન્ટ મોનગાનુઈમાં રમાશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનમાં 21 ફેબ્રુઆરીથી રમશે. જ્યારે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચમાં 29 ફેબ્રુઆરીથી શરૂ થશે.
વડોદરાના આ 26 વર્ષીય ક્રિકેટરે દાવો કર્યો હતો કે તે ન્યૂઝીલેન્ડના પ્રવાસના બીજા ભાગ માટે ફિટ થઈ જશે પરંતુ બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રએ કહ્યું કે, તે પંડ્યાનો વ્યક્તિગત અંદાજ હતો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube