IND Vs NZ: પહેલી ટેસ્ટ મેચ હારતા જ ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ફેરફાર, આ ખતરનાક ખેલાડીની ટીમમાં એન્ટ્રી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડે રોહિત બ્રિગેડને 8 વિકેટથી હરાવી દીધી. ત્યારબાદ હવે ભારતીય સ્ક્વોડમાં એક મોટો ફેરફાર થયો છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડે રોહિત બ્રિગેડને 8 વિકેટથી હરાવી દીધી. ત્યારબાદ હવે ભારતીય સ્ક્વોડમાં એક મોટો ફેરફાર થયો છે. BCCI એ એક અપડેટ જારી કરીને જણાવ્યું છે કે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં એક અન્ય ખેલાડીને સામેલ કરાયો છે.
સિરીઝમાં પાછળ છે ટીમ ઈન્ડિયા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી જેમાં ભારતે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. આ સાથે જ ન્યૂઝીલેન્ડ આ સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે. પહેલી ઈનિંગમાં 46 રન પર સમેટાઈ ગયા બાદ જો કે ભારતે બીજી ઈનિંગમાં શાનદાર વાપસી કરીને ન્યૂઝીલેન્ડના 402 રનના જવાબમાં 462 રન કર્યા. જેના કારણે કીવી ટીમને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મહેમાન ટીમે 2 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો હતો.
BCCI એ આપી અપડેટ
BCCI એ એક અપડેટ બહાર પાડી જેમાં જણાવ્યું કે પુરુષ પસંદગી સમિતિએ રવિવારે વોશિંગ્ટન સુંદરને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આઈડીએફસી ફર્સ્ટ બેંક ટેસ્ટ સિરીઝની આગામી બંને મેચો માટે ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. વોશિંગ્ટન સુંદર બીજી ટેસ્ટ પહેલા પુણેમાં ટીમ સાથે જોડાશે. અત્રે જણાવવાનું કે ટેસ્ટ ટીમમાં આ સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી ત્રણ વર્ષ બાદ થઈ છે.
છેલ્લે 2021માં રમ્યો હતો
વોશિંગ્ટન સુંદર છેલ્લે કોઈ ટેસ્ટ મેચ 2021માં રમ્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ત્યારબાદ કોઈ પણ ટેસ્ટ રમવાની તક મળી નહતી. જો કે હવે ટીમ સાથે જોડાવવાથી આશા હશે કે તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે. વોશિંગ્ટન સુંદરનું ડેબ્યુ 2021માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે થયું હતું. તે વખતે ગાબા ટેસ્ટ મેચમાં મળેલી ઐતિહાસિક જીતમાં પ્લેઈંગ 11નો ભાગ હતો. તેના ટેસ્ટ રેકોર્ડ પર નજર ફેરવીએ તો અત્યાર સુધી 4 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં 265 રન અને 6 વિકેટ લીધી છે.
છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર) ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, વોશિંગ્ટન સુંદર