વેલિંગ્ટનઃ ઈજાને કારણે વનડે અને ટી20 સિરીઝમાં બહાર રહેનાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની ભારત વિરુદ્ધ રમાનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમમાં વાપસી થઈ છે. તો યુવા ફાસ્ટ બોલર કાઇલી જેમીસનને પ્રથમવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલ્ટને બોક્સિંગ ડેના દિવસે એમસીજીમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ડાબા હાથમાં ઈજા થઈ હતી. આ કારણે તે ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ અને ભારત વિરુદ્ધ નિર્ધારિત ઓવરોની સિરીઝથી બહાર રહ્યો હતો. તેના આવવાથી ટિમ સાઉદી અને નીલ વેગનરથી સજ્જ કીવી ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણને મજબૂતી મળશે. 


ટીમના મુખ્ય કોચ ગૈરી સ્ટીડે કહ્યું, 'બોલ્ટની વાપસી સારી વાત છે. તે ખુબ પ્રતિભાશાળી બોલર છે અને તેની પાસે જે અનુભવ છે તેનાથી ટીમને મજબૂતી મળશે.' ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાં પર્દાપણ કરનાર જેમીસનને પણ સારા પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. ઓસ્ટ્રેલિયામાં ખરાબ પ્રદર્શનને કારણે સ્પિનર મિશેલ સેન્ટનરને બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને ટેસ્ટ સિરીઝમાં સ્પિન વિભાગની જવાબદારી એજાઝ પટેલ સંભાળશે. 


પટેલે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી પોતાની પર્દાપણ સિરીઝમાં બધાને પ્રભાવિત કર્યાં હતા. તો ટીમના અનુભવી બેટ્સમેન રોસ ટેલર પોતાના દેશ માટે 100 ટેસ્ટ મેચ રમનાર ખેલાડી બનવાનો છે. તે આ ક્રમમાં બ્રેન્ડન મેક્કુલમ, ડેનિયલ વિટોરી અને સ્ટીફન ફ્લેમિંગની બરોબરી કરી લેશે. 


સાથે ટેલર ન્યૂઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં 100-100 મેચ રમનાર દેશનો પ્રથમ ખેલાડી બની જશે. ભારતીય ટીમે કીવીને પાંચ મેચોની ટી20 સિરીઝમાં 5-0થી હરાવ્યું પરંતુ યજમાન ટીમે વાપસી કરતા વનડે સિરીઝમાં ભારતને 3-0થઈ પરાજય આપ્યો હતો. હવે બંન્ને ટીમો ટેસ્ટ ચેમ્પિનયશિપ હેઠળ રમાનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરવા ઉતરશે. 


ટેસ્ટ ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લાથમ, રોસ ટેલર, ટોમ બ્લંડેલ, હેનરી નિકોલ્સ, બીજે વોટલિંગ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, ટિમ સાઉદી, નીલ વેગનર, ટ્રેન્ટ બોલ્ટ, એજાઝ પટેલ, કાઇલી જેમીસન અને ડેરિલ મિશેલ. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર