નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા ખેલાડી રિષભ પંત પાસે બુધવારે હીરો બનવાની તક હતી. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે જ્યારે ભારતની ચાર વિકેટ 24 રન પર પાડી દીધી હતી ત્યારે હાર્દિક પંડ્યાની સાથે પંતે 47 રન જોડ્યા પરંતુ ખોટો શોટ રમીને આઉટ થઈ ગયો હતો. અંતિમ-4નો આ રોમાંચક મુકાબલો ભારતીય ટીમે 18 રને ગુમાવી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં પંડ્યા અને પંત સારી બેટિંગ કરી રહ્યાં હતા પરંતુ પંત માટે મિશેલ સેન્ટનરે જે જાળ બિછાવી તેમાં પંત ફસાય ગયો અને ખોટો શોટ રમીને આઉટ થયો હતો. 


પંત આઉટ થતાં જ કેપ્ટન કોહલી નારાજ થયો અને ગુસ્સામાં બાલકનીમાં બેઠેલા કોચ રવિ શાસ્ત્રીની પાસે પહોંચ્યો હતો. જુઓ વીડિયો... 


2015 હોય કે 2019: સેમિફાઇનલમાં કોહલી ઝીરો, ધોની અસલી હીરો 


કોહલીએ શાસ્ત્રીને શું કહ્યું
કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે ડ્રેસિંગ રૂમમાં શાસ્ત્રીની સાથે શું ચર્ચા કરી રહ્યો હતો? તો તેના પર ભારતીય કેપ્ટને કહ્યું, મેં પૂછ્યું કે આ સ્થિતિમાં આગળ જવાની શું રણનીતિ છે અને મેદાનની અંદર શું સંદેશ મોકલવો છે જેથી આપણે જોઈ શકીએ કે મેચ ક્યાં જઈ રહી છે.