IND vs NZ WTC Final: વરસાદને કારણે ચોથા દિવસની રમત પૂરી, હવે મેચનું પરિણામ આવવું મુશ્કેલ
IND vs NZ WTC Final: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પ્ટનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઈ રહી છે. મેચમાં ચોથા દિવસે પણ વરસાદને કારણે રમત શક્ય બની નથી.
સાઉથમ્પ્ટનઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલો આજે ચોથો દિવસ છે. પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાય જતા અત્યાર સુધી બે દિવસની રમત શક્ય બની છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે ત્રીજા દિવસના અંતે 2 વિકેટે 101 રન બનાવ્યા હતા. પરંતુ ચોથા દિવસે ફરી વરસાદને કારણે રમત શક્ય બની નહીં. ચોથા દિવસે એકપણ બોલ ફેંકાયા વગર દિવસ પૂરો થઈ ગયો છે. હવે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું પરિણામ આવવું મુશ્કેલ લાગી રહ્યું છે.
ચોથા દિવસે વરસાદે બગાડી મેચની મજા
પ્રથમ દિવસની જેમ ચોથા દિવસે પણ વરસાદની જીત થઈ છે. ચોથા દિવસે એકપણ બોલ ફેંકાયો નથી. આમ ચાર દિવસમાં માત્ર બે દિવસ રમત શક્ય બની છે. પ્રથમ અને ચોથા દિવસે તો એકપણ બોલ ફેંકાયો નથી. ફેન્સ પણ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે.
હવે મેચ ડ્રો થવાની શક્યતા વધી
ચોથા દિવસની રમત પૂરી થઈ જતાં મેચમાં માત્ર એક દિવસ બાકી છે. હા આઈસીસીએ એક રિઝર્વ ડે રાખ્યો છે. જો મેચ છઠ્ઠા દિવસે પણ લઈ જવામાં આવે તો પણ પરિણામ આવવું મુશ્કેલ લાગી રહ્યું છે. હવે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ પણ પૂરી થઈ નથી. જ્યારે બન્ને ટીમની હજુ બીજી ઈનિંગ તો બાકી છે. એટલે હવે મેચ ડ્રો જવાની શક્યતા વધી ગઈ છે.
ખરાબ હવામાનને કારણે ત્રીજા દિવસની રમત પૂરી
મેચના છેલ્લા સત્રમાં ખરાબ પ્રકાશને કારણે દિવસના સમાપ્તિ કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડને બન્ને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. ટોમ લાથમ 30 અને ડેવોન કોનવે 54 રન બનાવી આઉટ થયા છે. દિવસના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટે 101 રન છે.
ભારતને મળી મોટી સફળતા
ભારતને ઈશાંત શર્માએ મોટી સફળતા મળી છે. ડેવોન કોનવે 54 રન બનાવી આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડે 101 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી છે.
ન્યૂઝીલેન્ડનો સ્કોર 100ને પાર
ન્યૂઝીલેન્ડે શાનદાર બેટિંગ કરતા પોતાનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો છે. ડેવોન કોનવે અને કેન વિલિયમસન ક્રિઝ પર છે.
ઐતિહાસિક મેચમાં ડેવોન કોનવેની અડધી સદી
ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેડ્સમેન ડેવોન કોનવેએ પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે 137 બોલમાં 6 ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી છે. ડેવોન કોનવેએ પોતાના ટેસ્ટ કરિયરની સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી છે. જેમાં તે એક બેવડી સદી પણ ફટકારી ચુક્યો છે.
ભારતની પ્રથમ ઈનિંગ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ 44 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર રોહિત શર્મા 34 અને શુભમન ગિલ 28 રન બનાવી આઉટ થયા હતા.
ચેતેશ્વર પુજારા 4, રિષભ પંત 4, ઈશાંત શર્મા 4 રન બનાવી આઉટ થયા હતા. રવિન્દ્ર જાડેજાએ 15 અને અશ્વિને 22 રનનું યોગદાન આપ્યું હતું. શમી 4 રન બનાવી અણનમ રહ્યો હતો.
કાઇલ જેમિસનની પાંચ વિકેટ
ન્યૂઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. યુવા બોલર કાઇલ જેમિન્સન સૌથી સફળ બોલર રહ્યો હતો. જેમિસને 22 ઓવરમાં 31 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તે નિલ વેગનરે 40 રન આપીને બે તથા બોલ્ટે 47 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ટિમ સાઉદીને 1 વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube