માનચેસ્ટરઃ આઈસીસી વિશ્વ કપમાં 16 જૂન (રવિવાર)એ ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે. ટીમ ઈન્ડિયા હાલ તો આ મેચમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે, કારણ કે વિશ્વકપમાં અત્યાર સુધી ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી. પરંતુ વરસાદની સંભાવના રહેલી છે અને તેવામાં બંન્ને દેશોના ક્રિકેટ ફેન્સે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. ટીમ ઈન્ડિયાએ જોવું પડશે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિરુદ્ધ મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝ કઈ રણનીતિની સાથે બોલિંગ કરે છે. આ સિવાય જોવાનું રહેશે કે જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર ઇમામ-ઇલ-હક અને ફખર જમાનને કેટલા પરેશાન કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન તેડુંલકરે પણ ભારતીય બેટ્સમેનોને આમિર વિરુદ્ધ વધુ આક્રમક થવાની સલાહ આપી છે જ્યારે કેપ્ટન વિરાટ કોહલીને કહ્યું કે, તે આદર્શ માનસિકતાની સાથે મેદાન પર ઉતરે. પરંતુ પ્રથમવાર પ્રથમ વખત પાકિસ્તાન વિરુદ્ધ રમી રહેલા ખેલાડીઓ પર થોડો દબાવ હશે. ભારત-પાક વચ્ચે ક્રિકેટ મુકાબલો વિશ્વ કપનો હોય કો કોઈ અન્ય મેચ, આ કંઇક તે રીતે હોય છે કેફેન્સ મેચના પરિણામના હિસાબથી નાયક અને વિલન બનાવી લે છે જે આજીવન રહે છે. અજય જાડેજાની 1996 વિશ્વકપ ક્વાર્ટરફાઇનલમાં વકાર સૂનિયના બોલ પર આક્રમક બેટિંગ હોય તો ફરી સલીમ મલિકની ઈડન ગાર્ડન્સમાં 1987માં લક્ષ્યનો પીછો કરતા 35 બોલમાં 72 રનની ઈનિંગ રમીને 90 હજારથી વધુ દર્શકોને ચોંકાવવા. 


બ્લેકમાં પણ વેંચાઇ રહી છે મેચની ટિકિટ
ફેન્સ માટે આ મેચનું કેટલું મહત્વ છે, તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે બ્લેકમાં પણ વધુ ભાવથી ટિકિટ ખરીદવા તૈયાર છે, જ્યારે હવામાન તેની મજા બગાડી શકે છે. ભારતે અત્યાર સુધી વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ તમામ 6 મેચોમાં વિજય મેળવ્યો છે. બંન્ને દેશો વચ્ચે સરહદ પર તણાવને કારણે ઘણા વર્ષોથી દ્વિપક્ષીય સિરીઝ રમાઇ નથી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન બાદ આમિરનો પ્રથમ સ્પેલ ચોક્કસપણે તેની ટીમ માટે મહત્વનો હશે. રાહુલ અને રોહિત શર્મા ઈનિંગની શરૂઆતમાં થોડું ઓછું ફુટવર્ક દેખાડે છે જેથી તેણે થોડું સતર્ક રહેવું પડશે. 



Cricket World Cup, IND vs PAK: જેનો થશે જોરદાર પ્રારંભ, તે કરશે રાજ


પાક વિરુદ્ધ કોહલીનો ધમાકેદાર રેકોર્ડ
કોહલીનો પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર રેકોર્ડ રહ્યો છે, તેણે એડિલેડમાં 2015માં સદી ફટકારી હતી. અત્યાર સુધી આ વિશ્વકપમાં તેણે સદી ફટકારી નથી અને મેચનું મહત્વ જોતા તે સદી ફટકારવાનો પ્રબળ દાવેદાર છે. યુવા ખેલાડી જેવા હસન અલી, શાહીન શાહ આફ્રિદી માટે આ પરીક્ષા સમાન હશે કારણ કે તેણે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો વિરુદ્ધ બોલિંગ કરી નથી. ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન બેટિંગ માટે સારૂ લાગી રહ્યું છે, પરંતુ તેની પરિસ્થિતિ સીમ અને સ્વિંગ બંન્ને માટે અનુકૂળ હશે. 


ધોની સાબિત થઈ શકે છે ટ્રમ્પ કાર્ડ
ભારતના મધ્યમક્રમે આ મેચમાં પોતાની ભૂમિકા અદા કરવી પડશે. ટીમ મેનેજમેન્ટ આ સિવાય દિનેશ કાર્તિકને તક આપે છે કે વિજય શંકરની પસંદગી કરે છે તે પણ જોવાનું રહેશે. પરિસ્થિતિ સિવાય પાકિસ્તાની ખેલાડીઓની સ્પિનરો વિરુદ્ધની સહજતા જોતા કોહલી લગભગ યુજવેન્દ્ર ચહલ કે કુલદીપ યાદવમાંથી એકને બહાર બેસાડીને શમીને તક આપી શકે છે. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર પાસેથી શાનદાર બોલિંગની આશા રહેશે. ભારતીય ટીમ માટે એમએસ ધોની ટ્રમ્પ કાર્ડ હશે. 


27 વર્ષ, 6 વિશ્વ કપ, જંગથી ઓછી નથી ભારત-PAKની મેચ, જાણો કોણ પડ્યું ભારે 

સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ. 


પાકિસ્તાનઃ ઇમામ ઉલ હક, ફખર જમાન, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, સરફરાઝ અહમદ, શોએબ મલિક, આસિફ અલી, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર, શાદાબ ખાન.