IND vs PAK Live: વરસાદના લીધે ભારત-પાકિસ્તાની મેચ અટકી, 4.2 ઓવરની રમત રમાઇ
Asia CUP 2023 IND vs PAK Live: એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલાની શરૂઆત થઇ ગઇ છે. આ મેચ કેન્ડીના પલ્લેકલ ઇન્ટરનેટ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે.
India vs Pakistan Live Score Today, IND vs PAK LIVE Streaming for FREE: એશિયા કપ 2023 (Asia Cup 2023) ની ત્રીજી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને છે. આ મેચ કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Pallekele International Cricket Stadium) માં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન મજબૂત ઓપનર રોહિત શર્મા પાસે છે જ્યારે પાકિસ્તાનની કમાન બાબર આઝમ સંભાળી રહ્યો છે. પાકિસ્તાને એશિયા કપ 2023ની શરૂઆત જીત સાથે કરી છે. તે જ સમયે, ટીમ ઇન્ડિયાની આ પ્રથમ મેચ છે.
Cancer Treatment: 7 મિનિટમાં કેન્સરની સારવાર, આ દેશમાં થયો ચમત્કાર!
IAS Story: લુકમાં કોઇ મોડલથી કમ નથી, પહેલાં બની ડોક્ટર પછી IAS
વરસાદના લીધે અટકી રમત (Rain stops play)
ભારત-પાકિસ્તાનની મેચ 4.2 ઓવર બાદ વરસાદને કારણે રોકી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાએ કોઈપણ નુકશાન વિના 15 રન બનાવી લીધા છે. રોહિત શર્માએ 11 રન બનાવ્યા છે અને શુભમન ગિલનું ખાતું ખોલવાનું બાકી છે.
4 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર (IND vs PAK LIVE Match)
ટીમ ઈન્ડિયાએ 4 ઓવરની રમત બાદ 15 રન બનાવી લીધા છે. રોહિત શર્મા (Rohit Sharma) 11 રન બનાવીને રમી રહ્યા છે. તો બીજી તરફ શુભમન ગિલ (Shubman Gill) હજી પણ પોતાનું ખાતું ખોલાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
2 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર - IND vs PAK Live Score
2 ઓવરની રમત બાદ ટીમ ઈન્ડિયાએ કોઈપણ નુકશાન વિના 9 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 7 રન બનાવીને રમી રહ્યા છે, જ્યારે શુભમન ગિલનું ખાતું હજુ ખૂલ્યું નથી.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11-
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
LPG Gas Price: રેશનકાર્ડ ધારકોને સરકારની ભેટ, ₹428માં મળશે ગેસ સિલિન્ડર!
Bank FD Interest Rate: આ બેંકોએ કરી કમાલ, FD પર આપી રહી છે 9 ટકાથી વધુ વ્યાજ દર
પાકિસ્તાનનો પ્લેઇંગ 11-
ફખર જમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.
ભારતે જીત્યો મહામુકાબલાનો ટોસ
એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે પાકિસ્તાન પહેલા બોલિંગ કરશે.
જાણો ક્યારે 19 વર્ષ સુધી ગરીબી સહન કરે છે વ્યક્તિ, પૈસા ટકવા દેતા નથી શનિ દેવ
Shani-Surya: 180 Degree સામે આવ્યા સૂર્ય-શનિ, શરૂ થયો આ લોકો મુશ્કેલીભર્યો સમય
વરસાદને કારણે મુશ્કેલી
કેન્ડીમાંથી અપડેટ છે કે ઝરમર વરસાદ શરૂ થયો છે. હાલમાં પીચને ઢાંકી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટોસ 2.30 વાગ્યે થવાનો છે.
પિચને કરી કવર
ભારત-પાકિસ્તાન મેચ પહેલા વરસાદ નથી પડી રહ્યો, પરંતુ સાવચેતીના ભાગરૂપે પીચને ઢાંકી દેવામાં આવી છે.
Maths માં આવતા હતા 0, ટીચરે મેણું માર્યું, પછી માતાએ કર્યું આવું હૃદય સ્પર્શી કામ
LIC Policy: શું તમારા પૈસા LIC પાસે પડેલા છે? આ રીતે તમે પળવારમાં ઉપાડી લો
પલ્લેકેલેમાં બંને ટીમોના આંકડા
પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ જ માફક આવે છે. ટીમ ઈન્ડિયાએ આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 3 વનડે રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. તો બીજી તરફ ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત આ મેદાન પર ટકરાશે. બીજી તરફ, પાકિસ્તાનની ટીમે પલ્લેકેલેમાં અત્યાર સુધીમાં 5 વનડે રમી છે, જેમાં તેણે 2 જીતી છે અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ફળોની છાલ, ઉતારીને ખાશો તો નહી થાય કોઇ ફાયદો
Asia Cup 2023: પાકિસ્તાન સામેની મેચમાં થશે મોટા ફેરફાર, આ નવા નંબર પર બેટીંગ કરી શકે છે વિરાટ કોહલી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube