IND vs PAK live match: IND vs PAK: મેલબોર્નમાં રમાયેલા મહામુકાબલામાં ટીમ ઇન્ડીયાએ પાકિસ્તાનને 4 વિકેટથી હરાવી દીધું છે. ભારતની આ જીતના હીરો વિરાટ કોહલી રહ્યા હતા. કિંગ કોહલીએ ફક્ત 53 બોલમાં અણનમ 82 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડીયાને લગભગ હારેલી બાજી જીતાડી દીધી છે.તમને જણાવી દઇએ કે પાકિસ્તાને પહેલાં રમ્યા બાદ 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે અંતિમ બોલ પર લક્ષ્યનો પીછો કરી લીધો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 વર્લ્ડકપ 2022 ના મહા મુકાબલામાં ટીમ ઇન્ડીયાએ પાકિસ્તાનને 4 વિકેટે પછાડી તમામ દેશવાસીને દિવાળીની જીતની શાનદાર ભેટ આપી છે. દેશભરમાં ભારતીય ક્રિકેટ ટીમ જીત પર દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. ભારતીય બોલરોએ પહેલાં બેટીંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને 8 વિકેટે 159 રન પર અટકાવી દીધી હતી. આ પ્રકારે ટીમ ઇન્ડીયાને જીત માટે 160 રનનો ટાર્ગેટ હતો.


તેના જવાબમાં ટીમ ઇન્ડીયાએ 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવીને જીત પ્રાપ્ત કરી લીધી છે. ટીમ ઇન્ડીયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સૌથી વધુ 82 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી. વિરાટ કોહલીની ઇનિંગમાં 6 સિક્સર અને 4 ચોગ્ગા સામેલ છે. હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 40 રન બનાવ્યા હતા. 


ભારત vs પાકિસ્તાન: 19.4 Overs / IND - 158/5 Runs
સારો શોટ રમીને વિરાટ કોહલીએ ત્રણ રન લીધા છે. ટીમનો સ્કોર 158 થયો છે. 

ભારત vs પાકિસ્તાન:19.4 Overs / IND - 153/5 Runs
વિરાટ કોહલી આ મેચમાં અત્યાર સુધી 4 સિક્સર ફટકારી ચૂક્યા છે. બીજા છેડે દિનેશ કાર્તિક બેટીંગ કરી રહ્યા છે. જેમણે 1 બોલ પર 1 રન બનાવ્યો છે.

વિરાટ કોહલી, મોહમંદ નવાજના બોલમાં બે રન લીધા છે. આ સાથે જ સ્કોર 147 થયો. ​

મોહમંદ નવાજના બીજા બોલમાં દિનેશ કાર્તિકે એક રન લીધો. ​

ભારત vs પાકિસ્તાન: 19.1 Overs / IND - 144/5 Runs
મોહમંદ નવાજના બોલ પર હાર્દિક પંડ્યા કેચ આઉટ થઇ ગયા છે. 

ભારતીય ટીમને 16 રનની જરૂર
ભારતીય ટીમને અંતિમ ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર છે. ક્રીઝ પર વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા છે. 


18 ઓવર બાદ ભારતનો સ્કોર 129/4
ભારતીય ટીમે 18 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 129 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 61 રન અને હાર્દિક પંડ્યા 38 રન બનાવીને ક્રીઝ પર છે. 


17 ઓવર બાદ ભારતનો સ્કોર 112/4
ભારતીય ટીમે 17 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 112 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 46 રન અને હાર્દિક પંડ્યા 37 રન બનાવીને ક્રીઝ પર છે. 


16 ઓવર બાદ ભારતનો સ્કોર 106/4
ભારતીય ટીમે 16 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 106 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 43 રન અને હાર્દિક પંડ્યા 34 રન બનાવીને ક્રીઝ પર છે. 


15 ઓવર બાદ ભારતનો સ્કોર 100/4
ભારતીય ટીમે 15 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 100 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 42 રન અને હાર્દિક પંડ્યા 32 રન બનાવીને ક્રીઝ પર હાજર છે. 


14 ઓવર બાદ ભારતનો સ્કોર 90/4
ભારતીય ટીમે 14 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 90 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 34 રન અને હાર્દિક પંડ્યા 30 રન બનાવીને ક્રીઝ પર હાજર છે. 


13 ઓવર બાદ ભારતનો સ્કોર 83/4
ભારતીય ટીમે 13 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 83 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 28 રન અને હાર્દિક પંડ્યા 29 રન બનાવીને ક્રીઝ પર હાજર છે. 


12 ઓવર બાદ ભારતનો સ્કોર 74/4
ભારતીય ટીમે 12 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 74 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 22 રન અને હાર્દિક પંડ્યા 26 રન બનાવીને ક્રીઝ પર હાજર છે. 


11 ઓવર બાદ ભારતનો સ્કોર 54/4
ભારતીય ટીમે 11 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 54 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 15 રન અને હાર્દિક પંડ્યા 13 રન બનાનીને ક્રીઝ પર હાજર છે. 


10 ઓવર બાદ ભારતનો સ્કોર 45/4
ભારતીય ટીમે 10 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 45 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 12 રન અને હાર્દિક પંડ્યા 7 રન બનાવીને ક્રીઝ પર હાજર છે. 


9 ઓવર બાદ ભારતનો સ્કોર 41/4
ભારતીય ટીમ 9 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 41 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 11 રન અને હાર્દિક પંડ્યા 4 રન બનાવીને ક્રીઝ પર છે. 


7 ઓવર બાદ ભારતનો સ્કોર 33/4
ભારતીય ટીમે 7 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 33 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 6 રન અને હાર્દિક પંડ્યા 1 રન બનાવીને ક્રીઝ પર હાજર છે. 


ટીમ ઇન્ડીયાને ચોથો ઝટકો
ભારતીય ટીમ પાકિસ્તાન સામે મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ટીમ ઇન્ડીયાએ પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી છે. અક્ષર પટેલ રન આઉટ થઇને પેવેલિયન પરત ફર્યા છે. 

31 રનના સ્કોર પર ભારતે 4 વિકેટ ગુમાવી દીધી છે. અક્ષર પટેલ 2 રન બનાવીને રન આઉટ થઇ ગયા છે. 

સૂર્યકુમાર યાદવ પેવેલિયન પરત ફર્યા
સૂર્યકુમાર યાદવ ખૂબ જ શાનદાર લયમાં જોવા મળી રહી છે, પરંતુ પાકિસ્તાન વિરૂદ્ધ તે મોટી ઇનિંગ રમી શક્યા નથી. તેમણે 10 બોલમાં 15 રન બનાવ્યા. 

સૂર્યકુમાર યાદવ, હારિસ રઉફના ઓવરની ત્રીજા બોલ પર આઉટ. 


4 ઓવર બાદ ભારતે બનાવ્યા 17 રન
4 ઓવર બાદ ભારતીય ટીમે 17 રન એક વિકેટના બે વિકેટના નુકસાન પર બનાવી લીધા છે. ક્રીઝ પર સુર્યકુમાર યાદવ 7 રન અને વિરાટ કોહલી 2 રન બનાવીને હાજર છે. 

રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યા
ભારતના કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર પાકિસ્તાન વિરૂદ્ધ મોટી ઇનિંગ રમી શક્યા નહી. તેમણે પાકિસ્તાના હેરિસ રાઉફે આઉટ કર્યા છે. રોહિત શર્માએ 4 રન બનાવ્યા હતા. 


3 ઓવર બાદ ભારતે બનાવ્યા 10 રન
3 ઓવર બાદ ભારતીય ટીમે 10 રન એક વિકેટના નુકસાન પર બનાવી લીધા છે. ક્રીઝ પર રોહિત શર્મા 4 રન અને વિરાટ કોહલી 1 રન બનાવીને હાજર છે. 


ભારતને લાગ્યો પ્રથમ ઝટકો
નસીમ શાહે બીજી ઓવરમાં જ ભારતના સ્ટાર ઓપનર કેએલ રાહુલને પેવેલિયન મોકલી દીધા છે. રાહુલે ફક્ત 4 રન બનાવ્યા છે. 2 ઓવર બાદ ભારતીય ટીમે 7 રન એક વિકેટના નુક્સાન પર બનાવી લીધા છે. ક્રીજ પર રોહિત શર્મા 3 રન અને વિરાટ કોહલી એકપણ રન બનાવ્યા વિના ક્રીઝ પર છે. 


પહેલી ઓવરમાં ભારત બનાવ્યા 5 રન
ભારતીય ટીમે પહેલી ઓવરમાં એકપણ વિકેટના નુકસાન પર 5 રન બનાવી લીધા છે. ક્રીઝ પર કેપ્ટન રોહિત શર્મા 2 રન અને કેએલ રાહુલ 3 રન બનાવીને ક્રીઝ પર છે.  


આ પહેલાં શરૂઆતથી જ ભારતી બોલરો પાકિસ્તાની બેટર્સ પર હાવી જણાઈ રહ્યાં હતાં. અર્શદીપે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પહેલી જ બોલમાં ઝીરોમાં આઉટ કરી દીધો છે. અર્શદીપે બીજી મોટી વિકેટ લેતા મોહમ્મદ રિઝવાનને 4 રને આઉટ કર્યો હતો. તો મોહમ્મદ શમીએ સેટ બેટર ઇફ્તિખારને 51 રને પવેલિયન ભેગો કર્યો. હાર્દિકે શાદાબ ખાનને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા અપાવી હતી. શાદાબ 6 બોલમાં 5 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. પાકિસ્તાનની ઇનિંગની શાન મસૂદને બે વખત જીવતદાન મળ્યું છે. પહેલા 6.3 ઓવરે હાર્દિકે રનઆઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મસૂદ બચી ગયો હતો. તે સાવ થોડાક માટે રહી ગયો હતો. તો આના પછીની ઓવરમાં થર્ડમેન ઉપર અશ્વિને તેનો કેચ છોડીને તેને બીજું જીવતદાન આપ્યું હતું. 


મેલબોર્નમાં મહામુકાબલા પહેલાં મક્કમ થયું ભારતનું મનોબળ. ટી20 વર્લ્ડ કપ 2022માં ભારત આજે પોતાનો પહેલો મુકાબલો પાકિસ્તાન સામે રમશે. પાકિસ્તાન સામેના મહામુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન સામેને કોઈપણ મેચ હંમેશા અન્ય મેચ કરતા વધારે અગત્યની બની જાય છે. ત્યારે આ મેચમાં અશ્વિન અને શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે હર્ષલ પટેલ અને ચહલને બહાર બેસવાનો વારો આવ્યો છે.


ઉલ્લેખનીય છેકે, પાકિસ્તાન ઓસ્ટ્રલિયામાં અત્યાર સુધી એક પણ ટી-20 મેચ જીતી શક્યું નથી. એ જોતા આ મેચમાં ભારતનું પલળું ભારે લાગી રહ્યું છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. એની પાછળ પણ ખાસ કારણ છે. ભારત ડેથ ઓવરમાં વધારે રન આપતું હોવાથી રોહિત શર્માએ પહેલાં જ પોતાના બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. એથી સ્પષ્ટ મેસેજ છેકે, ગમે તેટલો સ્કોર થાય આ મેચ જીતાડવાની મોટાભાગની જવાબદારી બેટિંગ યુનિટની રહેશે. આ સાથે જ ફિલ્ડિંગમાં પણ ટીમે ખુબ કામ કર્યું છે. ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ભારતીય ટીમને વર્લ્ડ કપના પ્રારંભમાં શુભેચ્છાઓ પાઠવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube