દુબઈઃ બસ હવે મહામુકાબલો શરૂ થવામાં થોડી કલાકો બાકી છે. ટી20 વિશ્વકપ 2021ના સુપર 12 સ્ટેજમાં ભારતની ટક્કર કટર હરીફ પાકિસ્તાન સામે આજે સાંજે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં થવાની છે. તમામ ક્રિકેટ ફેન્સની નજર હાઈ-વોલ્ટેજ મેચ પર રહેવાની છે. ફટાફટ ક્રિકેટમાં વર્લ્ડ કપમાં પાડોશી દેશ આજ સુધી ટીમ ઈન્ડિયા વિરુદ્ધ જીત મેળવી શક્યો નથી. તેમ છતાં કેપ્ટન બાબર આઝમે દાવો કર્યો છે કે તેની આગેવાનીમાં આ વખતે પાકિસ્તાન ઇતિહાસ બદલવામાં સફળ રહેશે. તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ મુકાબલાને બાકી મેચોની જેમ ગણાવ્યો છે. કોણ કોના પર ભારે પડશે તે સમય જણાવશે, પરંતુ આજે રાત્રે રોમાંચ આસમાને હશે તે વાતની ગેરંટી છે. આવો તમને જણાવીએ આ મહામુકાબલામાં કેવી રહેશે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન, શું કહે છે હેડ ટૂ ડેડ આંકડા અને બોલર-બેટરોમાંથી કોની રહેશે દુબઈની પિચ પર બોલબાલા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાનની ટીમ ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી એકબીજા સામે પાંચ વખત મેદાનમાં ઉતરી છે અને દર વખતે વિજય ભારતનો થયો છે. એટલે કે બાબર આઝમની ટીમને આ મુકાબલામાં ભારત વિરુદ્ધ ટી20 વિશ્વકપમાં પ્રથમ જીતની આશા હશે. ટી20માં જો બંને ટીમોના ઓવર ઓલ રેકોર્ડ પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે 8 મુકાબલા થયા છે, જેમાં ભારતને 7 તો પાકિસ્તાનને 1 જીત મળી છે. 


આ પણ વાંચોઃ INDvPAK : હાઈવોલ્ટેજ મેચના યોર્કર કિંગ જસપ્રીત બુમરાહના પૂર્વ કોચે મેચ પહેલા શું કહ્યું?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube