વિશાખાપટ્ટનમઃ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે 3 મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ બુધવારથી અહીં રમાશે. આશા છે કે રોહિત શર્મા પોતાના ફોર્મને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં પુનરાવર્તન કરી શકશે. ટેસ્ટ સિરીઝ પહેલા રોહિતને ઓપનિંગ બેટ્સમેનમાં ઉતારવાનો પ્રયોગ સફળ રહ્યો નથી. સિરીઝ પહેલા આફ્રિકા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ઈનિંગનો પ્રારંભ કરતા રોહિત શૂન્ય રને આઉટ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતના શાનદાર ફોર્મને જોતા યુવરાજ સિંહ સહિત ઘણા પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે મુંબઈના આ બેટ્સમેને તમામ ફોર્મેટમાં રમવું જોઈએ અને તેને ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે વધુ તક મળવી જોઈએ. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર તેને બે ટેસ્ટની સિરીઝ દરમિયાન મધ્યમક્રમમાં તક ન મળી, પરંતુ ખરાબ ફોર્મને કારણે લોકેશ રાહુલને બહાર કરવાને કારણે ભારતને આશા હશે કે મયંક અગ્રવાલની સાથે મળીને રોહિત ટોપ ઓર્ડર પર સ્થિર જોડી બનાવશે. 


રેકોર્ડ સુધારવાનો પ્રયત્ન કરશે રોહિત
પ્રથમ ટેસ્ટ પૂર્વ નેટ સત્ર દરમિયાન તમામની નજર રોહિત પર હતી જે તકનો ફાયદો ઉઠાવવા અને પોતાના ટેસ્ટ રેકોર્ડમાં સુધાર કરવા માટે પ્રતિબદ્ધ દેખાયો હતો. રોહિતે અત્યાર સુધી 27 ટેસ્ટમાં 39.62ની એવરેજથી 1585 રન બનાવ્યા છે, જ્યારે સીમિત ઓવરોના ક્રિકેટમાં તેના નામ પર 10,000થી વધુ રન નોંધાયેલા છે.

કોલકત્તામાં 19 ડિસેમ્બર યોજાશે આઈપીએલ 2020ની હરાજી 


મેચના આગલા દિવસે ભારતે જાહેર કરી અંતિમ ઇલેવન
ભારતીય ટીમે મેચની પૂર્વ સંધ્યા પર પોતાના અંતિમ ઇલેવનની જાહેરાત કરી હતી. વિકેટકીપર રિષભ પંતને બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને સાહા વિકેટકીપિંગ કરશે. સાહાને વિન્ડીઝના પ્રવાસ પર રમવાની તક ન મળી અને બંન્ને મેચોમાં રિષભ પંતે વિકેટકીપિંગ કર્યું હતું. કોહલીએ પ્રથમ ટેસ્ટ પૂર્વે કહ્યું, 'હા, સહા ફિટ છે અને રમવા માટે તૈયાર છે, તે અમારા માટે સિરીઝની શરૂઆત કરશે. તેની વિકેટકીપિંગથી બધા જાણીતા છે. તેને જ્યારે તક મળી, તેણે બેટથી પણ સારૂ પ્રદર્શન કર્યું છે. તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે, તે ઈજાને કારણે બહાર રહ્યો હતો. મારા અનુસાર તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે. આ સ્થિતિમાં તે અમારા માટે સિરીઝની શરૂઆત કરશે.'


ઓફ સ્પિનર અશ્વિનને તક
સતત પાંચ ટેસ્ટથી બહાર રહ્યાં બાદ 33 વર્ષીય અશ્વિનને રમવાની તક મળશે. છેલ્લે તે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં રમ્યો હતો. ડિસેમ્બરમાં એડિલેટ ટેસ્ટમાં કુલ છ વિકેટ (3+3) લીધા બાદ મેચના ચોથા દિવસે તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાંથી પણ બહાર રહ્યો હતો. 

IND vs SA: પ્રથમ ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ-11ની જાહેરાત, સાહા ઇન, પંત આઉટ 


પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણા (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી.