સેન્ચુરિયનઃ IND vs SA 1st Test: સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતીય ટીમ સંકટમાં છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 245 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 408 રન બનાવ્યા અને 163 રનની લીડ મેળવી હતી. તેવામાં ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગમાં સારી શરૂઆતની જરૂર હતી, પરંતુ તેમ થયું નહીં અને કેપ્ટન રોહિત શર્મા શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન તેના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 વર્ષ બાદ રોહિત સાથે આવું થયું
રોહિત શર્મા સેન્ચુરિયન ટેસ્ટની બીજી ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. આ સાથે ટેસ્ટમાં 60 ઈનિંગ અને લગભગ 8 વર્ષ બાદ 0 પર આઉટ થયો હતો. આ પહેલા તે 2015માં ટેસ્ટમાં 0 પર આઉટ થયો હતો. ત્યારે પણ સામે સાઉથ આફ્રિકાની ટીમ હતી. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલમાં પ્રથમવાર છે જ્યારે ભારતીય કેપ્ટન શૂન્ય પર આઉટ થયો છે. આ મેચની પ્રથમ ઈનિંગમાં પણ રોહિત માત્ર પાંચ રન બનાવી આઉટ થયો હતો. 


આ શરમજનક લિસ્ટમાં નામ થયું સામેલ
રોહિત શર્મા ટેસ્ટમાં પાંચમી વાર અને પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 31મી વખત શૂન્ય રન બનાવી આઉટ થયો છે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત 0 પર આઉટ થનાર આઠમો બેટર બની ગયો છે. આ લિસ્ટમાં ઝહીર ખાન સૌથી આગળ છે. તે 43 વખત શૂન્ય પર આઉટ થયો હતો.


આ પણ વાંચોઃ 2023માં ભારતીય ખેલાડીઓએ બનાવ્યા આ રેકોર્ડ, જેને તોડવા બનશે મુશ્કેલ


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 0 પર આઉટ થનાર ભારતીય બેટર
ઝહીર ખાન- 43 વખત
ઈશાંત શર્મા- 41 વખત
હરભજન સિંહ - 37 વખત
અનિલ કુંબલે- 35 વખત
વિરાટ કોહલી- 34 વખત
સચિન તેંડુલકર- 34 વખત
જવાગલ શ્રીનાથ- 32 વખત
વિરેન્દ્ર સેહવાગ- 31 વખત
રોહિત શર્મા- 31 વખત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube