IND vs SA: ટીમ ઈન્ડિયાને પહેલી જીત અપાવી જ દેશે આ ઘાતક બોલર! નામ સાંભળીને આફ્રિકન ટીમ ભયમાં!
IND vs SA T20 Series: અર્શદીપ સિંયા અને ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સટીક યોર્કર બોલ ફેંકવા માટે જાણીતા છે. આઈપીએલ 2022ની સીઝનમાં તેણે જસપ્રીત બુમરાહથી વધુ યોર્કર બોલ ફેંક્યા હતા. અર્શદીપ સિંહનો ઈકોનોમી રેટ પણ ઘણો ઓછો રહે છે, એવામાં આગામી મેચ માટે ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ બની શકે છે.
IND vs SA T20 Series: આઈપીએલમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સામાન્ય રહ્યા બાદ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 5 મેચોની ટી20 સીરિઝની શરૂઆત હારની સાથે થઈ છે. ટીમ ઈન્ડિયા આવતીકાલે (12 જૂન) રમાનાર બીજી ટી20 મેચમાં જીતના ઈરાદા સાથે ઉતરશે. આ મેચમાં એક ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ ખેલાડી પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની ઈલેવનમાં સ્થાન બનાવવામાં અસફળ રહ્યો હતો.
ટીમ ઈન્ડિયાને અપાવશે પહેલી જીત
અર્શદીપ સિંયા અને ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સટીક યોર્કર બોલ ફેંકવા માટે જાણીતા છે. આઈપીએલ 2022ની સીઝનમાં તેણે જસપ્રીત બુમરાહથી વધુ યોર્કર બોલ ફેંક્યા હતા. અર્શદીપ સિંહનો ઈકોનોમી રેટ પણ ઘણો ઓછો રહે છે, એવામાં આગામી મેચ માટે ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ બની શકે છે.
આ બોલરને મળી શકે છે અવસર
પહેલી ટી20 મેચમાં ફાસ્ટ બોલર તરીકે ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલને મોકો મળ્યો હતો. પરંતુ તમામ બોલર સાઉથ આફ્રિકાના બેટરો સામે પાંગરા સાબિત થયા હતા એવામાં બીજી ટી20 મેચમાં એક યુવા ફાસ્ટ બોલરને અજમાવવામાં આવી શકે છે. આ યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ છે. અર્શદીપ સિંહ છેલ્લી ઓવર્સમાં ઘણી કિફાયતી બોલિંગ કરી શકે છે અને યોર્કર બોલ ફેંકવામાં માહેર છે. આઈપીએલ 2022માં આ બોલર સામે દિગ્ગજ ખેલાડીઓ પાણી ભરતા હતા.
સીઝન 15 રહી ઘણી યાદગાર
અર્શદીપ સિંહે 2019માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને તે છેલ્લી ઘણી સીઝનથી પંજાબ કિંગ્સનો મહત્વપૂર્ણ ભાગ છે. આઈપીએલની સીઝન 15માં અર્શદીપ સિંહની બોલબોલા રહી. આ સીઝનમાં તેમણે 14 મેચમાં 7.70ની ઈકોનોમીથી 10 વિકેટ ઝડપી હતી. અર્શદીપ આઈપીએલ 2022ની બેસ્ટ ડેથ ઓવર બોલર્સમાંથી એક બનીને સામે આવ્યા છે. તેઓ આઈપીએલમાં એક ઈનિંગમાં 5 વિકેટ મેળવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube