IND vs SA: શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતરશે ભારત, જાણો બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝનો બીજો મુકાબલો આજે સાંજે 7 કલાકે રમાશે. ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે.
નવી દિલ્હીઃ IND vs SA Match Preview: ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝનો બીજો મુકાબલો આજે સાંજે ગુવાહાટીમાં રમાશે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં તેની માટે આ મેચ કરો યા મરો હશે. તો ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી કબજે કરવાના ઈરાદા સાથે ઉતરશે.
ભારતીય ટીમે પ્રથમ મેચમાં આફ્રિકાને 8 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં અર્શદીપ સિંહ અને દીપક ચાહરે બોલિંગમાં તો સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટી20 વિશ્વકપ માટે પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપવા માટે ભારતીય ટીમ પાસે માત્ર બે મેચ છે. આફ્રિકા સામે ટી20 સિરીઝ પૂરી કર્યાં બાદ ભારતીય ટીમ 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે.
હેડ ટૂ હેડ રેકોર્ડઃ ભારત અને આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 21 ટી20 મેચ રમાઈ છે. તેમાંથી ભારતીય ટીમને 12 અને આફ્રિકાને 8 મેચમાં જીત મળી છે. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી.
પિચ રિપોર્ટઃ ભારત અને આફ્રિકાની ટીમો આજે ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને હશે. આ મેદાન પર અત્યાર સુધી એક મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ (ભારત) માત્ર 118 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 16મી ઓવરમાં મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડનું કહેવું છે કે પિચ સારી લાગી રહી છે. અહીં બોલર અને બેટરને પણ મદદ મળી શકે છે.
આ પણ વાંચોઃ અંકિતા રૈનાએ ગુજરાતની મહિલા ટેનિસ ટીમને જીતાડ્યો ગોલ્ડ; ગુજરાતનો 5મો ગોલ્ડ
હવામાનની સ્થિતિઃ ગુવાહાટીમાં આ સમયે ગરમી પડી રહી છે. બપોરે તાપમાન 36 ડિગ્રી પહોંચી રહ્યું છે. પરંતુ સાંજે અહીં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વરસાદ પડશે તો ઓછી ઓવરની મેચ પણ રમાઈ શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, આર અશ્વિન, દીપક ચાહર, અર્શદીપ સિંહ.
દક્ષિણ આફ્રિકાની સંભવિત ઇલેવનઃ ટેમ્બા બાવુમા, ડીકોક, રીલી રોસૂ, એડન માર્કરમ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેન પાર્નેલ, કેશવ મહારાજ, કગિસો રબાડા, એનરિક નોર્ત્જે, તબરેઝ શમ્સી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube