મોહાલીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા (SA vs IND) વચ્ચે બીજો આંતરરાષ્ટ્રીય ટી-20 (T20i) મુકાબલો મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) આઈએસ બિંદ્રા સ્ટેડિયમ પર રમાશે. મોહાલીના મેદાન પર આજે શિખર ધવન (Shikhar Dhawan) દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બેટિંગ કરવા ઉતરશે તો તેની નજર એક ખાસ લિસ્ટમાં સામેલ થવા પર હશે. હકીકતમાં, ધવન ટી20 (ઓવરઓલ) કરિયરમાં 7000 રન પૂરા કરવાથી 44 રન દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખર ધવન અહીં આ સ્કોર બનાવી લે તો તે ટી-20મા 7000 રન બનાવનાર ચોથો ભારતીય, જ્યારે ઓવરઓલ વિશ્વનો 15મો ખેલાડી બની જશે. શિખર ધવનના નામે હાલ 246 મેચોમાં કુલ 6956 રન (આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 53 મેચમાં 1337 રન ભેગા કરીને) નોંધાયેલા છે. તેની એવરેજ 31.90ની રહી છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 97 રન છે. તેણે ટી-20 કરિયરમાં કુલ 53 અડધી સદી ફટકારી છે. 


શિખર માટે લકી છે મોહાલી
રસપ્રદ વાત છે કે મોહાલીનું તે સ્ટેડિયમ છે, જ્યાંથી શિખરે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. અહીં તેણે પર્દાપણ ઈનિંગમાં 187 રન બનાવ્યા હતા. આ મેચ માર્ચ 2013મા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી. 


આ ખેલાડીના નામે છે 7000થી વધુ રન
શિખર ધવન પહેલા ટી-20મા 7000 કે તેથી વધુ રન બનાવનાર ભારતીયોના લિસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્મા સામેલ છે. વિરાટ સૌથી વધુ ટી20 રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. તેણે 269 મેચોમાં 8475 રન બનાવ્યા, જ્યારે સુરેશ રૈનાએ 319 મેચોમાં 8392 રન બનાવ્યા છે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિતના નામે 316 મેચોમાં 8291 રન નોંધાયેલા છે. 

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપઃ વિનેશ ફોગાટે મેળવી ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ, હવે બ્રોન્ઝ માટે રમશે 


ગેલના નામે છે વર્લ્ડ રેકોર્ડ
ટી-20મા સૌથી વધુ રન બનાવવાની વાત કરીએ તો આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. તેણે 389 મેચોમાં 39.07ની એવરેજથી 13013 રન બનાવ્યા છે. એટલું જ નહીં તેના નામે રેકોર્ડ 22 સદી અને 80 અડધી સદી નોંધાયેલી છે. ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ બીજા નંબર પર છે. તેના નામે 370 મેચોમાં 9922 રન છે. કાયરન પોલાર્ડ (483 મેચોમાં 9601 રન) ત્રીજા અને ડેવિડ વોર્નર (271 મેચ, 8803 રન) ચોથા નંબર પર છે.