IND vs SA T20 Series: આઈપીએલનો ફીવર હવે લોકોના માથા પરથી ઉતરી ગયો છે. હવે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ રમવા માટે સજ્જ છે. ત્યારે ભારતીય ટીમ પહેલી આંતરરાષ્ટ્રીય સીરિઝ રમવા માટે જઈ રહી છે. ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે 9 જૂનથી ટી20 સીરિઝ શરૂ થશે. આ સીરિઝમાં ઘણા ખેલાડી એક-બીજા વિરુદ્ધ રમતા જોવા મળશે, જે આઈપીએલમાં એક સાથે રમતા હતા. આ ખેલાડીઓની વચ્ચે શાનદાર જંગ જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પાંડ્યા ડેવિડ મિલર
તેવી જ રીતે ગુજરાત ટાઈટન્સને આઈપીએલ 2022માં કેપ્ટન હાર્દિક પાંડ્યા અને ડેવિડ મિલરે સાથે મળીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ડેવિડ મિલર આ સીઝનમાં હાર્દિક પાંડ્યા માટે એક મોટો મેચ વિનર સાબિત થયો હતો, પરંતુ હવે ટી20 સીરિઝમાં બન્ને ખેલાડી એક બીજાને હરાવવા માટે રમશે. આ બન્ને ખેલાડીઓની વચ્ચે આ જંગ ઘણો રોમાંચક રહેનાર છે, જ્યારે મિલર અને પાંડ્યા બન્ને ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.


Indian Economy: આખરે હર્ષ ગોએન્કાએ શેર કરી યાદી, PM મોદીએ 8 વર્ષમાં કેટલી મોટી સિદ્ધિઓ હાંસલ કરી


કેએલ રાહુલ-ક્વિન્ટન ડેકોક
આઈપીએલ 2022માં નવી ટીમ તરીકે ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની કમાન સંભાળનાર કેએલ રાહુલ સફળ કેપ્ટન રહ્યો હતો. પરંતુ છેલ્લે તેઓ ક્વોર્ટર રાઉન્ડમાં પહોંચી શક્યા નહોતા. આઈપીએલની આ સીઝનમાં આફ્રિકાનો વિસ્ફોટક બેટર ક્વિન્ટન ડિકોક પણ આ ટીમનો ભાગ હતો. આ બન્ને ખેલાડીઓએ આઈપીએલમાં એક સાથે ખુબ રન બનાવ્યા હતા. એક મેચ તો બન્ને બેટ્સમેનો વચ્ચે 20 ઓવરમાં 219 રનની ભાગેદારી થઈ હતી. આ આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી ઓપનિંગ ભાગેદારી રહી. પરંતુ હવે ટી20 સીરિઝમાં બન્ને ખેલાડીઓ એક બીજા વિરુદ્ધ રમતા જોવા મળશે.


Men Health Tips: શું તમને બેબી પ્લાન કરવામાં પડી રહી છે મુશ્કેલી? તો પુરુષો આ વસ્તુઓ ખાવાનું છોડે, પછી જોવો રિઝલ્ટ...


રિષભ પંત-એનરિક નોરખિયા
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત અને તેની ટીમના સૌથી ઝડપી બોલર એનરિચ નોર્ટજે વચ્ચે પણ જબરદસ્ત સ્પર્ધા જોવા મળી શકે છે. આ બંને ખેલાડીઓ લાંબા સમયથી IPLમાં સાથે રમી રહ્યા છે, પરંતુ આ સીરિઝમાં એનરિક નોર્ટજે પોતાના IPL કેપ્ટનને હરાવવા માટે રમતા જોવા મળશે. નોરખિયાએ IPL 2022માં 6 મેચમાં 9 વિકેટ લીધી હતી. જ્યારે, ઋષભ પંતે 14 મેચમાં 340 રન બનાવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube