IND vs SA: બેંગલુરૂ ટી20માં ટીમ ઇન્ડીયાની હારના 5 મોટા કારણ
મેચ પહેલાં સુનિલ ગાવસ્કરે પોતાના પિચ રિપોર્ટમાં કહ્યું હતું કે પિચ બેટિંગ માટે સારી છે અને ટોસ જીતનાર ટીમ પહેલાં ફિલ્ડીંગ કરવાનું પસંદ કરશે. આ ઉપરાંત ચેન્નસ્વામીની પિચ ચેસ કરવા માટે યોગ્ય ગણવામાં આવે છે, તેમછતાં વિરાટે પહેલાં બેટીંગ કરવાનું પસંદ કર્યું.
નવી દિલ્હી: બેંગલુરૂમાં ભારત અને દક્ષિણ આફ્રીકા (India vs South Africa) વચ્ચે ચાલી રહેલી ટી20 સીરીઝની અંતિમ મેચ ટીમ ઇન્ડીયા માટે મહત્વપૂર્ણ હતી. પરંતુ વિરાટ કોહલીની ટીમે જોઇએ તેવું પ્રદર્શન ન કર્યું. ટીમ ઘણા મોરચે એકદમ નબળી જોવા મળી જેનો મહેમાન ટીમે પુરો ફાયદો ઉઠાવ્યો અને સીરીઝને બરાબર કરવામાં સફળ રહી. આ મેચમાં ટીમની બેટીંગ સહિત બોલિંગમાં ખામીઓ જોવા મળી.
1. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો વિરાટનો ખોટો નિર્ણય
મેચ પહેલાં સુનિલ ગાવસ્કરે પોતાના પિચ રિપોર્ટમાં કહ્યું હતું કે પિચ બેટિંગ માટે સારી છે અને ટોસ જીતનાર ટીમ પહેલાં ફિલ્ડીંગ કરવાનું પસંદ કરશે. આ ઉપરાંત ચેન્નસ્વામીની પિચ ચેસ કરવા માટે યોગ્ય ગણવામાં આવે છે, તેમછતાં વિરાટે પહેલાં બેટીંગ કરવાનું પસંદ કર્યું. વિરાટનો આ નિર્ણય ખોટો સાબિત થયો. ટીમ ઇન્ડીયાને પહેલો રન બનાવવામાં ખુબ મુશ્કેલી પડે તો બીજી ઇનિંગમાં ડિકોકને બેટિંગ કરવામાં કોઇ પરેશાની થઇ ન હતી અને સરળતાથી મેચ પોતાની ટીમને નામ કરી દીધી.
IND vs SA:શાનદાર બોલિંગ અને ડિકોકની તોફાની બેટિંગથી દક્ષિણ આફ્રિકાની જીત
2. બેટીંગમાં મોટા ખેલાડી રહ્યા ફેલ
આ મેચમાં પહેલાં રોહિત શર્મા (9) જલદી આઉટ થઇ ગયા ત્યારબાદ વિરાટ કોહલી પણ (9) રન બનાવીને આઉટ થઇ ગયા. 9મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવતાં ટીમ સરળતાથી દબાણમાં આવી ગઇ. ત્યારબાદ પંત અને અય્યરે એક પછી એક વિકેટ ગુમાવી દીધી. કૃણાલ પણ ન ચાલ્યો, પરંતુ હાર્દિક અને રવિંદ્વ જાડેજા પણ મોટા શોટ્સ રમવામાં સંઘર્ષ કરતા જોવા મળ્યા. પરિણામે ટીમ ઇન્ડીયા 20 ઓવરમાં 134 રન બનાવી શકી અને 9 ઓવરમાં 9 વિકેટ પણ ગુમાવી દીધી.
IND vs SA T20I: સા. આફ્રિકા સામે આજે 'ફાઇનલ' ફાઇટ, પંતના પ્રદર્શનથી પરેશાન ભારત
3. રીવ્યૂ લેવામાં મોટી ભૂલ
સાતમી ઓવરમાં એમ્પાયરે સુંદરના બોલ પર ડિકોકને નોટઆઉટ આપ્યો પરંતુ તે પહેલાં જ વિરાટ રીવ્યૂ ગુમાવી ચૂક્યા હતા. તે સમયે ડિકોક ફોર્મમાં હતા અને 29 રનના અંગત સ્કોર પર હતા. ત્યારબાદ ડિકોકે 51 બોલમાં 79 રનની ઇનિંગ રમી અને પોતાની ટીમને જીત અપાવી પેવેલિયન પરત ફર્યા.
4. ભારતીય બોલર રહ્યા નિષ્ફળ
135 રનનો લક્ષ્ય ડિફેંડ કરવો આસાન હતો, પરંતુ મેચ દરમિયાન ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ટીમ ઇન્ડીયા આકરી ટક્કર આપવાના ઇરાદેથી રમી રહી નથી. ભારતીય બોલરોની લાઇન અને લેંથમાં સટીકતાનો અભાવ જોવા મળ્યો અને મહેમાન ટીમના બેટ્સમેન ક્યાંય પરેશાન જોવા ન મળ્યા. તેનું પરિણામ એ જોવા મળ્યું કે જ્યાં ટીમ ઇન્ડીયાના દિગ્ગજ બેટ્સમેનોને રન બનાવવામાં મુશ્કેલી થઇ રહી હતી અને તેના બીજા કલાકમાં જ તે પિચ પર ડિકોક સરળતાથી રન બનાવતાં જોવા મળ્યા.
ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને મળ્યું શાનદાર પ્રદર્શનનું ઈનામ, બોર્ડે લીધો મોટો નિર્ણય
5. પંત, અય્યર જેવા ખેલાડીએ ગુમાવી તક
મેચમાં વિરાટ, ધવન અને રોહિતના આઉટ થતાં શ્રેયસ અય્યર અને ઋષભ પંત પાસે પોતાને સાબિત કરવાની તક હતી, પરંતુ બંને ખેલાડી પુરી રીતે નિષ્ફળ રહ્યા. અહીં 9મી ઓવરમાં જ પંત અને અય્યરને એક શાનદાર તક મળી હતી કે તે ટીમમાં પોતાનું મહત્વ સાબિત કરી શકે પરંતુ બંને તેમાં નિષ્ફળ રહ્યા અને પોતાની ઇનિંગમાં 13 ઓવર પુરી પેવેલિયન પરત ફર્યા.