નવી દિલ્હી: 15 સપ્ટેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa)ની વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત થઇ રહી છે. આ સીરીઝમાં ટીમ ઇન્ડિયાને મજબૂત ટીમ જણાવવામાં આવી રહી છે, પરંતુ મહેમાન ટીમ વિરાટ સેનાને પડકાર આપવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ સીરીઝનું મહત્વ ટીમ ઇન્ડિયા માટે ખુબ જ વધારે છે. આ આગામી વર્ષ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે ખુબ જ મહત્વની સીરીઝ છે. તેની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયામાં ધણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ ટીમમાં ભૂવનેશ્વર કુમારના ન હોવાથી ફેન્સને નિરાશ કરી રહ્યાં છે. જો કે દક્ષિણ આફ્રિકાની સામે ગત ટી-20 સીરીઝનો હીરો રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પ્રો કબડ્ડી લિગ-7ની ગુજરાત અને બંગાળની મેચ જોરદાર રસાકસી બાદ ટાઈ


ગત સીરીઝમાં ભુવીનું શાનદાર પ્રદર્શન
વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા વર્ષ 2017ની અતંમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રવાના થઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાને ત્રણ ટેસ્ટ, છ વન્ડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ રમાવાની હતી. ટેસ્ટ સીરીઝમાં 1-2થી હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ વન્ડે સીરીઝ 5-1થી જીતી શાનદાર વાપસી કરી હતી. પરંતુ ટી-20 સીરીઝમાં પહેલી મેચ હાર્યા બાદ દક્ષિણ આફ્રિકાને સખત ટક્કર આપી હતી.


આ પણ વાંચો:- ઓસ્ટ્રેલિયાએ એશિઝ ટ્રોફીની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને 185 રનોથી આપી હાર


ભુવીએ બનાવ્યા હતા આ બે ખાસ રેકોર્ડ
પહેલી મેચમાં જ ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરી હતી અને દક્ષિણ આફ્રિકાની પાંચ વિકેટ ઝડપી લઇને ટીમ ઇન્ડિયાને 28 રનથી જીત હાંસલ કરવામાં મહત્વની ભુમિકા નભાવી હતી. આ સાથે જ ભુવી પહેલો એવો ભારતીય ખેલાડી બન્યો જેણે ત્રણય ફોર્મેટમાં પાંચ વિકેટ હાંસલ કરી હતી. આ ઉપરાંત ભુવીએ ટી-20માં પાંચ વિકેટ લેનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. ભુવી પહેલા ચહલે આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. બીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાએ વાપસી કરી અને ભારતીય સ્પિનર્સને ધોઇ નાખ્યા હતા. ખાસ કરીને ચહલે 4 ઓવરમાં 64 રન આપ્યા હતા. ભુવીએ 3 ઓવરમાં 19 રન આપ્યા પરંતુ તે મેચમાં સૌથી ફાયદાકારક ભારતીય બોલર રહ્યો હતો.


આ પણ વાંચો:- CoAએ બીસીસીઆઈના સચિવ ચૌધરીને પાઠવી કારણ દર્શાવો નોટિસ


ત્રીજી મેચમાં ભુવીએ છેલ્લી ઓવરમાં આપવી જીત
બીજી મેચમાં હાર્યા બાદ ટીમ ઇન્ડિયા પર સીરીઝ હારવાનો ખતરો મંડરાઇ રહ્યો હતો. 173 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ દક્ષિણ આફ્રિકાએ શાનદાર રમત દેખાડી કાંટાની ટક્કર આપી હતી. મેજબાન ટીમની ભાવના હતી ડેથ ઓઓવર સ્પેશલિસ્ટ બુમરાહની બોલ પર ઇનિંગ્સની 19મી ઓવરમાં દક્ષિણ આફ્રિકાના ક્રિસ્ચિયન જોંકર અને ફરહાન બેહરનડિને 16 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને 18 રનની જરૂરીયાત હતી અને બોલિંગ કરવા ભુવી આવ્યો હતો. બીજી ટી-20ના પરિણામ જોતા આ એક શક્ય લક્ષ્ય હતું, પરંતુ ભુવીની ચતુરાઇ ભરી બોલિંગે ટીમ ઇન્ડિયાને 7 રનથી જીત અપાવી હતી.


આ પણ વાંચો:- ક્રેગ બ્રેથવેટની બોલિંગ એક્શન પર સવાલ, ICCને ફરી મળી ફરિયાદ


ભુવી અને તેનો કોઇ સાથી નથી આ વખતે ટીમમાં
ભુવી આ સીરીઝમાં મેન ઓફ ધ સીરીઝ રહ્યો છે. પરંતુ આ વખતે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી. આ વખતે ટીમના પેસ અટેકમાં ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સૈની અને હાર્દિક પાંડ્યાને સામેલ કરવામાં આવ્યા છે. આ સીરીઝમાં ટીમ ઇન્ડિયાના પરંપરાગત બેસ્ટ એક્ટ ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને એટલું જ નહીં જસપ્રીચ બુમરાહ પણ નથી. ટીમ ઇન્ડિયાના પસંદગીકર્તાઓએ લાંબી યોજના અંતર્ગત ટીમ ઇન્ડિયાનું સિલેક્શન કર્યું છે અને કોઇને બહાર કર્યા નથી. પરંતુ તેમ છતાં ટીમ ઇન્ડિયાના ફેન્સ ભુવનીને યાદ કરશે.


જુઓ Live TV:-


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...