SAvsIND: ભારત સામે વનડે સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, 9 મહિના બાદ ફાફની વાપસી
પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આફ્રિકા માટે છેલ્લે વનડે મેચમાં વિશ્વકપ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ઉતર્યો હતો. 6 જુલાઈએ તેણે પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે થયેલા કારમા પરાજય બાદ હવે ઘર પર દક્ષિણ આફ્રિકાની ટીમનો સામનો કરવાનો છે. સોમવારે દક્ષિણ આફ્રિકા ક્રિકેટે ભારતની સાથે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે પોતાની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનું નામ પણ સામેલ છે.
દક્ષિણ આફ્રિકા ક્રિકેટે ભારત વિરુદ્દ આ મહિને રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સોમવારે ટીમની જાહેરાત કરવામાં આવી અને તેમાં પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની વાપસી થઈ છે. આઈસીસી વિશ્વકપ બાદથી ડુ પ્લેસિસે આફ્રિકા માટે કોઈ વનડે મેચ રમી નથી.
વિશ્વકપ બાદ વનડે ટીમમાં ફાફની વાપસી
પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આફ્રિકા માટે છેલ્લે વનડે મેચમાં વિશ્વકપ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ઉતર્યો હતો. 6 જુલાઈએ તેણે પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી.
women t20 world cup 2020: ઓસ્ટ્રેલિયા રેકોર્ડ સાતમી વખત સેમિફાઇનલમાં, ન્યૂઝીલેન્ડ બહાર
ભારત અને આફ્રિકા સિરીઝ કાર્યક્રમ
બંન્ને દેશો વચ્ચે ત્રણ વનડે મેચ રમાશે. પ્રથમ મેચ 12 માર્ચે ધર્મશાળામાં રમાશે. બીજી મેચ 15 માર્ચે લખનઉમાં રમાશે જ્યારે અંતિમ મેચ 18 માર્ચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાવાની છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube