નવી દિલ્હી: ન્યૂઝિલેન્ડમાં સીરીઝ હારીને પરત ફરેલી ભારતીય ટીમમાં મોટો ફેરફાર થઇ ગયો છે. બીસીસીઆઇ (BCCI)એ દક્ષિણ આફ્રીકના વિરૂદ્ધ થનાર વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર અને શિખર ધવનની વાપસી થઇ છે. આ ટીમમાં રોહિત શર્મા અને મોહમંદ શમીને સામેલ કર્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ 12 માર્ચથી રમાશે. સીરીઝના બે અન્ય મેચ 15 અને 18 માર્ચના રોજ રમાશે. બીસીસીઆઇએ આ સીરીઝ માતે રવિવારે ટીમની જાહેરાત કરી. 


આ ટીમમાં શિખર ધવન, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા ત્રણેય ઇજાગ્રસ્ત થયા બાદ ફિટ થઇને વાપસી કરી રહ્યા છે. તાજેતરમાં જ ટીમ ઇન્ડીયાના ન્યૂઝિલેંડ પ્રવાસમાં ટીમ ઇન્ડીયાને આ ખેલાડીઓની ખોટ સારી રહી હતી. હાર્દિક પંડ્યાએ ગત ઇન્ટરનેશનલ મેચ દક્ષિણ આફ્રીકાના વિરૂદ્ધ રમાઇ હતી. તે ગત વર્ષે ઓગસ્ટમાં દક્ષિણ આફ્રીકાની વિરૂદ્ધ ટી20 સીરીઝમાં રમાઇ હતી. ત્યારબાદ તેને પીઠમાં દુખાવાના કારણે સર્જરી કરાવવી પડી હતી. 


ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, કેએલ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિંદ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેંદ્વ ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, શુભમન ગિલ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube