સાઉથ આફ્રિકાના ફરી ઓલોઓન આપીને કેપ્ટન વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ
રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 497/8 પર પોતાની ઈનિંગ ડિકલેર કરી હતી, જેના જવાબમાં આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 162 રન પર ઓલઆઉટ થઈ હતી.
નવી દિલ્હીઃ India vs South Africa Ranchi Test Follow-On: ભારતીય ટીમે સતત બીજીવાર સાઉથ આફ્રિકાને ફોલોઓન આપીને બીજીવાર રમવા મજબૂર કરી છે. ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં બીજીવાર છે જ્યારે આફ્રિકાએ સતત બીજી ઈનિંગમાં બેટિંગ કરવી પડશે. રાંચી પહેલા પુણે ટેસ્ટ મેચમાં પણ મહેમાન આફ્રિકાની આ સ્થિતિ હતી.
રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 497/8 પર પોતાની ઈનિંગ ડિકલેર કરી હતી, જેના જવાબમાં આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 162 રન પર ઓલઆઉટ થઈ હતી. આ રીતે ભારતીય ટીમને 335 રનની મજબૂત લીડની સાથે ફોલોઓન પણ મળી ગયું, જેની મદદથી ભારતીય ટીમ ફરી આફ્રિકાને ઈનિંગથી પરાજય આપી શકે છે.
વિરાટ કોહલી ભારતનો એવો પ્રથમ કેપ્ટન બની ગયો છે, જેણે સામેની ટીમને સૌથી વધુ વખત ફોલોઓન રમવા પર મજબૂર કરી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 8 વખત પોતાની વિપક્ષી ટીમ વિરુદ્ધ ફોલોઓન લીધું છે. આ મામલામાં તેણે પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધો છે, જેણે સાત વખત ફોલોઓન આપ્યું હતું.
સૌથી વધુ ફોલોઓન આપનાર ભારતીય કેપ્ટન
8 વિરાટ કોહલી
7 મોહમ્મદ અઝહરુદ્દીન
5 એમએસ ધોની
4 સૌરવ ગાંગુલી
ભારતીય ટીમે કરી આ કમાલ
વર્ષ 2001 બાદ પ્રથમવાર છે જ્યારે આફ્રિકાની ટીમ સતત બે ટેસ્ટ મેચોમાં ફોલોઓન રમવા પર મજબૂત થઈ છે. આ પહેલા આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની અને જોહનિસબર્ગમાં સતત બે મેચોમાં ફોલોઓન રમ્યું હતું. તો વર્ષ 1964 બાદ પ્રથમવાર છે જ્યારે આફ્રિકાની ટીમે એક સિરીઝમાં બે વાર ફોલોઓનનો સામનો કરવો પડ્યે છે.
The Hundred: ગેલ, ડિકોક, પોલાર્ડ અને બાબરને ન મળ્યા ખરીદદાર, રાશિદ સૌથી પહેલા વેંચાયો
વિરાટનો ફોલોઓન રેકોર્ડ
વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં અત્યાર સુધી 8 વખત ફોલોઓન લીધું છે, જેમાં તેણે 5 મુકાબલા જીત્યા છે, જ્યારે બે મેચ ડ્રો રહી છે. તો આઠમી મેચ ચાલી રહી છે. આ સિવાય સારી લીડ હોવા છતાં તેણે સાત વખત ફોલોઓન લીધું નથી અને તે સાતો મેચોમાં કેપ્ટન કોહલી અને ટીમ ઈન્ડિયાને જીત મળી છે.