પુણેઃ Ind vs SA 2nd test match 2019: પુણે ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) બેટથી કમાલ કરી શક્યો નથી. તેણે બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં નિરાશ કર્યા અને ઓછો સ્કોર બનાવીને આઉટ થયો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિતે બંન્ને ઈનિંગમાં સદી ફટકારી હતી ત્યારે પુણે ટેસ્ટમાં પણ આશા હતી કે રોહિત શર્મા ફરી એકવાર મોટી ઈનિંગ રમશે. પરંતુ આ વખતે આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ તેને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રબાડાએ રોહિતને 8મી વખત કર્યો આઉટ
રોહિત શર્માને પુણે ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં આઉટ કરીને રબાડા વિશ્વનો બીજો એવો બોલર બની ગયો છે જેણે હિટમેનને સૌથી વધુ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઉટ કર્યો છે. રબાડાએ રોહિતને 8મી વખત આઉટ કર્યો અને તે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉદી અને ટ્રેન્ટ બોલ્ટની બરાબરી પર આવી ગયો છે. બોલ્ટ અને સાઉદી પણ રોહિતને 8-8 વખત આઉટ કરી ચુક્યા છે. આ સિવાય રબાડાએ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કલનો રેકોર્ડ તોડી દીધો છે. મોર્કલે રોહિતને સાત વખત આઉટ કર્યો હતો, એટલે કે રબાડા હવે આફ્રિકાનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે, જેણે રોહિત શર્માને સૌથી વધુ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઉટ કર્યો છે. 


આમ તો રોહિતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ કરવાના મામલામાં પ્રથમ સ્થાન પર શ્રીલંકાનો એન્જેલો મેથ્યુઝ છે. મેથ્યુઝે તેને અત્યાર સુધી સૌથી વધુ વખત 10 વાર આઉટ કર્યો છે. 

ડાબે-જમણે અને સેન્ટર, આ રીતે બોલરોને કન્ફ્યૂઝ કરી રહ્યો છે સ્ટીવ સ્મિથઃ ડેલ સ્ટેન


રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ કરનાર બોલર


એન્જેલો મેથ્યુઝ - 10 વખત


કગિસો રબાડા - 8 વખત


ટિમ સાઉદી - 8 વખત


ટ્રેન્ટ બોલ્ટ - 8 વખત


મોર્ને મોર્કલ - 7 વખત


રોહિત શર્માણે પુણે ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં માત્ર 14 રન બનાવ્યા હતા. તેણે 35 બોલનો સામનો કર્યો હતો. રોહિતને રબાડાએ વિકેટકીપર ડિ કોકના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.