નવી દિલ્હીઃ ટેસ્ટ સીરીઝ બાદ ભારતીય ટીમ વનડે સીરીઝ પણ ગુમાવી દીધી છે. બીજી વનડે મેચમાં આફ્રિકાએ ભારતીય ટીમને હરાવી દીધી છે. ભારત પ્રથમ મેચ 31 રને હારી ગયું હતું. આ મેચમાં ભારતે આફ્રિકાને જીતવા માટે 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બોલરો કોઈ ચમત્કાર બતાવી શક્યા ન હતા અને ભારત આ મેચ 7 વિકેટે હારી ગયું હતું.


મલાને રમી મોટી ઇનિંગ્સ
આ મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ શાનદાર ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકાના ઓપનર જનમન મલાને સૌથી વધુ 91 રનની ઇનિંગ રમી હતી. તેના કારણે આફ્રિકા આટલા મોટા લક્ષ્યનો પીછો કરી શક્યું હતું. તે તેની સદી ચૂકી ગયો. તેને જસપ્રિત બુમરાહે આઉટ કર્યો હતો. વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે 78 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન ટેમ્બા બાવુમા 35 રન બનાવીને યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. એડમ માર્કરામે 34 અને રાસી વેન ડુસેને 32 રન બનાવ્યા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube