Team India માં વન-ડે સિરીઝનો વાઈસ કેપ્ટન બનશે આ જબરદસ્ત ખેલાડી, વર્લ્ડ કપ ટીમમાં નથી મળી જગ્યા!
T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરાયેલા ખેલાડીઓને સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. તેમાં કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન કેએલ રાહુલ સામેલ હશે.
નવી દિલ્લીઃ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં જબરદસ્ત જીત બાદ ટીમ ઈન્ડિયાનો જોશ હવે હાઈ છે. ટીમ ઈન્ડિયા હવે વર્લ્ડ કપની તૈયારીઓમાં પુરી રીતે લાગી ગઈ છે. ત્યારે વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સાથે લડાઈ લડવા માટે તૈયારીઓ કરી રહી છે. જોકે, આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના એક જબરદસ્ત ખેલાડીને સોંપાઈ શકે છે મોટી જવાબદારી. મહત્ત્વનું છેકે, આ ખેલાડીનો વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ નથી થયો. પણ છતાં આ ખેલાડીને મોટી જવાબદારી સોંપવાનું લગભગ નક્કી છે. અમે વાત કરી રહ્યાં છીએ શાનદાર અને સ્ટાઈલિશ પ્લેયર સંજુ સેમસનની. આગામી 6 ઓક્ટોબરથી સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે. ત્યારે આ સિરીઝમાં યુવા પ્રતિભાને મોટી જવાબદારી સોંપવાની તૈયારીઓ થઈ રહી છે.
કેરળના યુવા બેટર સંજુ સેમસનને સાઉથ આફ્રિકા સામેની 6 ઓક્ટોબરથી શરૂ થતી વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રો પાસેથી જાણકારી મળી છે. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 6 ઓક્ટોબરે લખનઉંમાં, 9 ઓક્ટોબરે રાંચીમાં અને 11 ઓક્ટોબરે દિલ્હીમાં વન-ડે મેચ રમાશે. આની પહેલા 28 સપ્ટેમ્બરે બન્ને ટીમ વચ્ચે ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચની સિરીઝ પણ રમાશે. સેમસન T20 ટીમનો ભાગ નથી. સાથે જ તે આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારા T20 વર્લ્ડ કપની ટીમનો સભ્યો પણ નથી. વન-ડે સિરીઝમાં IPL-22માં સારું પ્રદર્શન કરનારા રજત પાટીદારને પણ તક આપવામાં આવી શકે છે.
અચાનક સંજુ ઉપર કેમ પ્રેમ ઊભરાવી રહી છે BCCI?
T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરાયેલા ખેલાડીઓને સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. તેમાં કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન કેએલ રાહુલ સામેલ હશે. તેવામાં શિખર ધવનને ટીમનો કેપ્ટન અને સંજુ સેમસનને વાઇસ કેપ્ટન બનાવી શકે છે. સંજુની કેપ્ટનશિપમાં ઈન્ડિયા-એ એ ન્યૂઝીલેન્ડ-એને અનઓફિસિયલ વન-ડે સિરીઝમાં 30-થી જીત મેળવી હતી.
સંજુ સેમસને 23 જુલાઈ 2021ના રોજલ શ્રીલંકા સામે કોલંબોમાં પોતાના વન-ડે કરિયરની શરૂઆત કરી હતી. તેને ત્યારથી લઈને અત્યારસુધીમાં 7 વન-ડે મેચ જ રમવાની તક મળી છે. આ સાત મેચમાં તેણે 44ની એવરેજથી 176 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 101.14ની રહી છે. સંજુને T20 વર્લ્ડ કપની ટીમમાં ના લેવા ઉપર BCCIના સિલેક્ટર્સની ખૂબ જ આલોચના થઈ હતી. સંજુએ અત્યારસુધીમાં 16 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમા તેણે 21.14ની એવરેજથી 296 રન બનાવ્યા છે.
IPL-2022 અને પછી ન્યૂઝીલેન્ડ-એ સામેની અનઓફિસિયલ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર મધ્યપ્રદેશના યુવા બેટર રજત પાટીદારને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી શકે છે. તેને સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં લેવામાં આવી શકે છે. પાટીદારે ન્યૂઝીલેન્ડ-એની સામે અનઓફિસિયલ ટેસ્ટ સિરીઝમાં બે મેચમાં બે સદીની મદદથી 319 રન બનાવ્યા હતા. તેની એવરેજ 106.33ની રહી હતી. પાટીદાર જોકે અનઓફિસિયલ વન-ડે સિરીઝમાં કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. તેણે બે મેચમાં 65 રન જ બનાવ્યા હતા.