IND vs SA:શાનદાર બોલિંગ અને ડિકોકની તોફાની બેટિંગથી દક્ષિણ આફ્રિકાની જીત
દક્ષિણ આફ્રિકાએ બેંગ્લુરુ (India vs South Africa)ખાતેની બીજી ટી-20માં ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. 135 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 16 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે કવિન્ટન ડી કોકે શાનદાર ઇનિંગ્સ રમતા 52 બોલમાં 6 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 79 રન કર્યા હતા. તેણે પોતાના ટી-20 કરિયરની ચોથી અને કપ્તાન તરીકે સતત બીજી ફિફટી મારી હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ એકમાત્ર વિકેટ લીધી હતી. સીરિઝની ધર્મશાલા ખાતેની ટી-20 વરસાદના લીધે રદ થઇ હતી.
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાએ બેંગ્લુરુ (India vs South Africa)ખાતેની બીજી ટી-20માં ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. 135 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 16 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે કવિન્ટન ડી કોકે શાનદાર ઇનિંગ્સ રમતા 52 બોલમાં 6 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 79 રન કર્યા હતા. તેણે પોતાના ટી-20 કરિયરની ચોથી અને કપ્તાન તરીકે સતત બીજી ફિફટી મારી હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ એકમાત્ર વિકેટ લીધી હતી. સીરિઝની ધર્મશાલા ખાતેની ટી-20 વરસાદના લીધે રદ થઇ હતી.
ભારતે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકાને 135 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત માટે શિખર ધવને સર્વાધિક 36 રન કર્યા હતા. તે સિવાય બધા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. વિરાટ કોહલી અને રોહિત શર્મા લય મેળવી શક્યા ન હતા, જયારે શિખર ધવન અને ઋષભ પંત સેટ થયા પછી મોટો સ્કોર નોંધાવી શક્યા ન હતા. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જયારે બ્યુરોન હેન્ડ્રિક્સ અને બેજોર્ન ફોર્ટુઇને 2-2 વિકેટ લીધી હતી.
Pro Kabaddi League 2019 : ગુજરાત અને જયપુરની મેચ જોરદાર રસાકસી બાદ 28-28થી ટાઈ
ટીમ ઇન્ડિયાનો ટોપ ઓર્ડર થયો ફેલ
ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને જીત માટે 135 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ જીતીની પહેલા બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં 134 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમને પહેલો ઝટકો 2.2 ઓવરમાં 22 રનનો સ્કોર પડી જેમાં રોહિત શર્મા 9 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ શિખર ધવન 36 રન તથા કેપ્ટન કોહલી (9) રન કરીને આઉટ થયો હતો.
જુઓ LIVE TV :