રાંચીઃ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે તક આપવા માટે રોહિત શર્માએ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનો આભાર માન્યો છે. તેણે મંગળવારે કહ્યું કે, હું આ બંન્નેનો આભારી છું, કારણ કે તેણે મારી ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રોહિતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 3 ટેસ્ટ મેચોની ચાર ઈનિંગમાં 132.25ની એવરેજથી 529 રન બનાવ્યા છે. તેણે ત્રણ સદી ફટકારી તેમાં ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી (212 રન) પણ સામેલ છે. રોહિતને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતે વિશાખાપટ્ટનમની પ્રથમ ટેસ્ટમાં 176 અને 127 રનની ઈનિંગ રમી હતી. બીજી ટેસ્ટ મેચમાં તે માત્ર 14 રન બનાવી શક્યો હતો. ત્રીજી ટેસ્ટ મેચમાં તેણે બેવડી સદી ફટકારી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 


ઓપનર તરીકે તમારે વધુ શિસ્તબદ્ધ રહેવું પડ છે
રોહિતે કહ્યું, 'ફોર્મેટ કોઈપણ હોય, ઓપનર તરીકે તમારે વધુ શિસ્તબદ્ધ રહેવું પડે છે. 2013મા મે વનડેમાં ઓપનિંગ શરૂ કર્યું હતું. તે સમયે મેં શિસ્તનો મંત્ર અપનાવી લીધો હતો. મારી સફળતામાં તેનું મોટું યોગદાન છે.'

રાંચી ટેસ્ટઃ મેચ બાદ પત્રકાર પરિષદમાં ધોની-ગાંગુલીના સવાલ પર હસવા લાગ્યો કોહલી


નવા બોલનો સામનો કરવો સરળ નથીઃ રોહિત
રોહિતે કહ્યું, 'જો હું શરૂઆતી એક કલાક કાઢી લઉ તો પછી મારી ભૂલથી આઉટ થાવ શઈ શકુ છું. નવા બોલનો સામનો કરવો સરળ રહેતો નથી. એક વાર તમે સમય પસાર કરી લો તો તમારા મુજબ રમી શકો છો. હું મારી જાને તે કહુ છું કે નવા બોલનો સામનો સમજવાદી અને સંયમથી કરવામાં આવે. તેનાથી મને અને ટીમ બંન્નેને ફાયદો થાય છે.'

ICC Test Championship: કોહલી સેનાનો દબદબો, પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન કર્યું મજબૂત


ભારતે આફ્રિકાને પ્રથમવાર વ્હાઇટ વોશ કર્યું
ભારતે ત્રણ ટેસ્ટની સિરીઝની અંતિમ મેચમાં આફ્રિકાને ઈનિંગ અને 202 રનથી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ભારતે ત્રણ મેચોની સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. ભારત પ્રથમવાર કોઈપણ સિરીઝમાં આફ્રિકા વિરુદ્ધ તમામ મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ આફ્રિકા પર સૌથી મોટી જીત મેળવી છે. તેણે પાછલી મેચમાં ઈનિંગ અને 137 રને પરાજય આપ્યો હતો. ભારતે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં આફ્રિકાને 203 રન અને બીજી ટેસ્ટમાં એક ઈનિંગ અને 137 રને હરાવ્યું હતું.