નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયન મેદાન પર સમાપ્ત થઈ ગઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 113 રનથી માત આપી છે. સેન્ચુરિયનના મેદાન પર ભારતીય બોલરોએ પ્રથમ વખત અદભૂત બોલિંગ કરીને આફ્રિકાની ટીમને ધૂળ ચટાડી દીધી છે. આ મેચની બીજી ઈનિંગમાં 305 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રનમાં સમેટાઈ ગઈ હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલરોએ અપાવી જીત
આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બંને ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકાને ઓછા સ્કોર પર રોકી દીધી હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહ સિવાય મોહમ્મદ શમીએ પણ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી.


305 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ ક્યારેય લયમાં હોય તેવું લાગ્યું ન હતું.આફ્રિકા તરફથી કેપ્ટન ડીન એલ્ગરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં 77 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાનો કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. ટેમ્બા બવુમા 35, ક્વિન્ટન ડીકોકે 21 રન બનાવ્યા હતા. કીગન પીટરસને 17, એડમ માર્કરામે 1, રાસી વોન ડેર ડુસેને 11 રન બનાવ્યા છે.

ભક્તોની આરાધનાથી ખુશ થઇને ભગવાને ખોલી દીધી આંખો! આ મંદિર થયો ચમત્કાર


ભારતે આપ્યો હતો 305 રનનો ટાર્ગેટ
ભારતે દક્ષિણ આફ્રિકાને 305 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચોથા દિવસે ભારતીય ઇનિંગ 174 રન પર સમાપ્ત થઇ ગઇ હતી. બીજી ઈનિંગમાં કોઈ ભારતીય બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકાના બોલરોએ ચુસ્ત બોલિંગ કરી હતી. ભારતના બંને ઓપનર સસ્તામાં આઉટ થયા હતા. મયંક અગ્રવાલે (Mayank Agarwal) 4 રન અને કેએલ રાહુલે (KL Rahul) 23 રનનું યોગદાન આપ્યું હતું. 


નાઈટવોચમેન શાર્દુલ ઠાકુર પણ કોઈ ખાસ કમાલ ન બતાવી શક્યો અને માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ ચેતેશ્વર પુજારા (Cheteswar Pujara) 16, કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) 18, અજિંક્ય રહાણે 20 રન બનાવીને આઉટ થયા હતા. રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) 14 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે 34 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી 1 અને મોહમ્મદ સિરાજ કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા હતા.

Mumbai Corona Update: મુંબઇમાં 24 કલાકમાં 2,500 નવા કેસ, મંગવારના મુકાબલે 82% કેસ વધ્યા


બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ ઇનિંગમાં ભારતીય બોલરોએ શનાદાર રમત રમી હતી. કોઈપણ બેટ્સમેન પાસે તેમના બોલનો તોડ ન હતો. મોહમ્મદ શમી (Mohammed Shami) એ ઘાતક બોલિંગનો નજારો રજૂ કરતા 5 વિકેટ ઝડપી હતી. ત્યારે શાર્દુલ ઠાકુર (Shardul Thakur) અને જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah)  2-2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને માત્ર એક વિકેટ મળી હતી. સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ને એકપણ વિકેટ મળી ન હતી. આ બોલરોના કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ દાવમાં 197 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ટીમ ઈન્ડિયાને 130 રનની મોટી લીડ મળી હતી.


પ્રથમ ઇનિંગમાં ભારતે બેટીંગમાં બતાવ્યો દમ
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ દાવમાં ભારતીય ટીમે ધમાકેદાર બેટિંગ કરી હતી. ભારતીય ઓપનરોએ દક્ષિણ આફ્રિકાના બોલરોના છોતરા કાઢી હતા. ભારતના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે 123 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે મયંક અગ્રવાલે 60 રનનું યોગદાન આપ્યું હતું. ચેતેશ્વર પુજારા અને કેપ્ટન વિરાટ કોહલી કોઈ ચમત્કાર બતાવી શક્યા ન હતા. ભૂતપૂર્વ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ 48 રન બનાવ્યા હતા. આ બેટ્સમેનોના આધારે ભારતે 327 રનનો હિમાલય જેટલો મોટો સ્કોર બનાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube