IND vs SA: ટીમ ઇન્ડીયાએ ટોસ જીતીને લીધી બેટીંગ, નદીમને મળી ડેબ્યૂ કેપ
પહેલી બે ટેસ્ટમાં કુલદીપ યાદને સ્થાન મળ્યું ન હતું. તેમની ગેરહાજરીમાં ટીમ ઇન્ડીયાની સ્પિન કમાન આર અશ્વિન અને રવિંદ્વ જાડેજાએ સફળતાપૂર્વક સંભાળી હતી. પહેલી ટેસ્ટમાં બેકઅપ સ્પિનર તરીકે હનુમા વિહારીને રમાડવામાં આવ્યો હતો, પરંતુ પુણેમાં ટીમમાં ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવ્યું હતું.
રાંચી: પહેલી બે ટેસ્ટમાં શાનદાર જીત બાદ ટીમ ઇન્ડીયા હવે દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ (India vs South Africa) ક્લીન સ્વીપના ઇરાદે ત્રીજી ટેસ્ટમાં ઉતરી છે. ટોસ ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ જીત્યો છે અને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડીયાના શાહબાઝ નદીમ (Shahbaz Nadeem) પોતાના કેરિયરની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે.
ઇશાંત શર્માની જગ્યાએ આવ્યો નદીમ
અંતિમ ટેસ્ટ શરૂ થયાના એક દિવસ પહેલાં જ ટીમ ઇન્ડીયા (Team India) ના એક મુખ્ય સ્પિનરને ઇજા પહોંચી હોવાના સમાચાર આવ્યા છે. ટીમના રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav)ને શુક્રવારે અભ્યાસ સત્ર દરમિયાન જમણા ખભા પર ઇજાની ફરિયાદ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે રાંચી ટેસ્ટમાં રમવાનું નક્કી ગણવામાં આવી રહ્યું હતું. હવે તેમની જગ્યાએ નદીમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિરાટે ઇશાંત શર્માને આરામ આપ્યો છે.
INDvSA: રાચીમાં દક્ષિણ આફ્રિકાને ભાગ્યની તલાશ, કેપ્ટન ડૂ પ્લેસિસ નહીં કરે ટોસ
કુલદીપનો ટીમમાં થવાનો હતો સમાવેશ
પહેલી બે ટેસ્ટમાં કુલદીપ યાદને સ્થાન મળ્યું ન હતું. તેમની ગેરહાજરીમાં ટીમ ઇન્ડીયાની સ્પિન કમાન આર અશ્વિન અને રવિંદ્વ જાડેજાએ સફળતાપૂર્વક સંભાળી હતી. પહેલી ટેસ્ટમાં બેકઅપ સ્પિનર તરીકે હનુમા વિહારીને રમાડવામાં આવ્યો હતો, પરંતુ પુણેમાં ટીમમાં ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવ્યું હતું.
સરફરાજ અહમદની છિનવાઇ ગઇ કેપ્ટનશિપ, બદલામાં પાકિસ્તાનને મળ્યા બે નવા કેપ્ટન
મહેમાન ટીમે પાંચ ખેલાડી બદલ્યા
દક્ષિણ આફ્રીકા ટેસ્ટ ટીમમાં એડિન માર્કરમ અને કેશવ મહારાજને ઇજા હોવાના કારણે બહાર ગયા હતા. આ ઉપરાંત વર્નેન ફિલેંડર, મુથુસ્વામી અને ડિ બ્રુઇનને પણ ટીમમાં સ્થાન મળ્યું ન હતું. તેમની જગ્યાએ હેનરી ક્લાસેન, જુબેર હામજા, જોર્ડ લિંડે, લુંગી એનગિડીને ટીમમાં સ્થાન મળ્યું હતું.
પહેલાં જ સિરીજ જીતી ચૂકી છે ટીમ ઇન્ડીયા
સીરીઝમાં ટીમ ઇન્ડીયા 2-0થી આગળ ચાલી રહી છે. વિશાખાપટ્ટનમમાં પહેલી ટેસ્ટમમાં ટીમ ઇન્ડીયાએ દક્ષિણ આફ્રીકાને 203 રનથી હરાવ્યું હતું. પુણેમાં યોજાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાએ દક્ષિણ આફ્રીકને ઇનિંગ અને 137 રનથી હરાવીને તેના વિરૂદ્ધ સૌથી મોટી જીત નોંધાવી હતી.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, રવિચંદ્વન અશ્વિન, રવિંદ્વ જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટ કિપર), મોહંમદ શમી, ઉમેદ યાદવ, શહબાજ નદીમ
દક્ષિણ આફ્રીકા: ફાફ ડૂ પ્લેસિસ (કેપ્ટન), ડીન એલ્ગર, તેમ્બા બાવૂમા, હેનરિક ક્લાસેન, ક્વિંટન ડિકોક, ડેન પીટ, એનરિક નોત્ઝે, કૈગિસો રબાડા, જુબેર હામજા, જોર્ડ લિંડે, લુંગી એનગિડી