સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 મેચની વનડે શ્રેણીનો અંતિમ મેચ અહીં શુક્રવારે રમાશે. દક્ષિણ આફ્રિકામાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરીને ટીમ ઈન્ડિયા આ શ્રેણી 5-1થી કબજે કરવા મેદાને ઉતરશે. ભારતે શ્રેણી 4-1થી પોતાના નામે કરી લીધી છે, પરંતુ ભારતની નજર અંતિમ વનડેમાં જીત મેળવવા પર છે. બંન્ને ટીમો સુપર સ્પોર્ટ પાર્ક મેદાનમાં આમને સામને હશે. આ મેદાન પર પહેલા આ શ્રેણીમાં બંન્ને ટીમો રમી ચુકી છે. આ મેચમાં ભારતે નવ વિકેટે વિજય મેળવ્યો હતો. પાંચમી વનડેમાં ભારતે આફ્રિકાને 73 રને પરાજય 
આપીને આફ્રિકાની ધરતી પર પ્રથમ વાર વનડે શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ શ્રેણીમાં જીત સાથે ભારતે વનડે રેકિંગમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ દક્ષિણ આફ્રિકા અંતિમ મેચમાં વિજય મેળવીને સન્માનજનક રીતે શ્રેણી પૂર્ણ કરવા માટે મેદાને ઉતરશે. પરંતુ આફ્રિકાને ખ્યાલ છે કે ભારત સામે વિજય મેળવવો સરળ નથી. આ આખી શ્રેણી દરમિયાન આફ્રિકાની ટીમ દરેક ડિપાર્ટમેન્ટમાં નિષ્ફળ રહી છે. 


દક્ષિણ આફ્રિકા આ મેચમાં હાસિમ અમલા અને એબીડી વિલિયર્સ પર નિર્ભર રહેશે. આ સિવાય મિલર અને ડ્યુમિની પર મોટી જવાબદારી રહેશે. બોલિંગનો મદાર રબાડા અને લુંગી એન્ગિડી પર રહેશે. ભારતીય ટીમ આ મેચમાં કેટલાક ખેલાડીઓને આરામ આપીને બેન્ચ સ્ટ્રેન્થ ચકાશી સકે છે. મનીષ પાંડે, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળી શકે છે. આ મેચ ભારદતીય સમયાનુસાર સાંજે 4.30 કલાકે થશે.