રાજકોટ: ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ચોથી મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાંચ મેચની ટી20 સીરિઝમાં હાલ ભારત 1-2થી પાછળ છે. એવામાં ઋષભ પંતની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. રાજકોટના મેદાનની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ પર ઘણા ઐતિહાસિક મેચ રમાઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કડીમાં 15 ડિસેમ્બર 2009ના રોજ રાજકોટમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી મેચ આજે પણ ફેન્સ યાદ કરી રહ્યા છે. આ મેચમાં બન્ને ટીમોએ 400થી વધારેનો સ્કોર (કુલ 825) બનાવ્યો હતો. પરંતુ હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમની જીત (3 રનથી) થઈ હતી. ભારત તરફથી વિરેન્દ્ર સહવાગ અને શ્રીલંકા માટે દિલશાને સદી ફટકારી હતી.


IND vs SA 4th T20: રાજકોટમાં મેચ પહેલા વરસાદે ઈનિંગ શરૂ કરી, મેચ રમાશે કે નહીં? કેવું રહેશે વાતાવરણ?


ભારતની શાનદાર શરૂઆત થઈ હતી
આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગકારાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ભારતીય ઓપનર્સ સચિન તેંદુલકર અને વીરેન્દ્ર સહવાગે 19.3 ઓવરોમાં 153 રનની વિસ્ફોટક ભાગેદારી કરી હતી. સચિન તેંદુલકર 63 બોલમાં 10 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 69 રન બનાવીને ફર્નાંડોની બોલ પર બોલ્ડ થયો હતો.


વીરેન્દ્ર સહવાગે બનાવ્યા 146 રન
સચિન તેંદુલકરના આઉટ થયા બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિઝ પર આવ્યો અને તેમણે સહવાગની સાથે મળીને બોલરોની ધોલાઈ શરૂ કરી. બન્ને ખેલાડીઓએ બીજી વિકેટ માટે 156 રનની ભાગેદારી કરીને સ્કોરબોર્ડને 300 રન પાર પહોંચાડી દીધું. સહવાગ આખરે ચનાકા વેલેગેદરાના બોલ પર પેવેલિયન ભેગો થયો હતો. 


આજે રાજકોટમાં જશ્નનો માહોલ! જાણો કેવી હશે ભારત અને આફ્રિકન ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન, કોણ થશે IN અને કોણ થશે OUT


દિલશાનની સદી
જ્યારે શ્રીલંકાની ટીમ 415 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી તો ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે મહેમાન ટીમ ટાર્ગેટની બિલકુલ નજીક પહોંચી જશે. પરંતુ તિલકરત્ને દિલશાન કંઈક વિચારીને આવ્યા હતા. દિલશાને ઉપુલ થરંગા સાથે પ્રથમ વિકેટ માટે 24 ઓવરમાં 188 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ કેપ્ટન કુમાર સંગાકારાએ પણ બીજી વિકેટ માટે 128 રન જોડ્યા હતા. ડાબોડી બેટ્સમેન સંગાકારાએ માત્ર 43 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 90 રન બનાવ્યા હતા.


સંગાકારાના આઉટ થયા બાદ દિલશાન પણ થોડા સમય બાદ આઉટ થયો હતો. દિલશાને 124 બોલમાં 160 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 20 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ પછી ટી. કદમ્બી (24) અને એન્જેલો મેથ્યુઝ (38)એ છઠ્ઠી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરીને મેચને મુલાકાતી ટીમની નજીક પહોંચાડી દીધી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા છેલ્લી ઓવરોમાં વાપસી કરવામાં સફળ રહી, જેના કારણે શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 411 રન જ બનાવી શકી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube