નવી દિલ્હી: રોહિત શર્માની કેપ્ટનશિપમાં પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમ મેદાનમાં છે. ટીમ ઇન્ડીયા શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ટકરાશે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે ઇનિંગ અને 222 રનથી જીત પ્રાપ્ત કરી. બીજી ટેસ્ટમાં રોહિત અને કોચ રાહુલ દ્રવિડ પાસે આશા હતી કે તે કેટલાક ખેલાડીઓને ટીમમાં ફેરફાર કરશે. પરંતુ એક ખેલાડી એવો છે કે જેને રોહિત અને દ્રવિડ સતત ઇગ્નોર કરી રહ્યા છે. હવે પહેલીવાર રોહિત અને દ્રવિડ પર એક્સાથે સવાલ ઉભા થઇ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીની કરવામાં આવી રહી છે અવગણના
જ્યારે બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે કેપ્ટન રોહિતે ફરી એક ખેલાડીને બહાર કરી દીધો હતો. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છે. એવું લાગી રહ્યું છે કે કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડ સિરાજ પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી. સિરાજને અત્યારે ટીમના સૌથી ઘાતક બોલરોમાંથી એક ગણવામાં આવે છે પરંતુ હવે તે સતત બીજી ટેસ્ટમાં બહાર બેઠો છે.

RCB એ આખરે કરી દીધી પોતાના કેપ્ટનની જાહેરાત, હવે વિરાટને માનવો પડશે આ ખેલાડીનો ઓર્ડર


હવે ઉઠી રહ્યા છે સવાલ
હવે સિરાઝને બહાર કરતાં પહેલીવાર કેપ્ટન રોહિત અને રાહુલ દ્રવિડ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ખેલાડીને બહાર કરવા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. લોકો સતત પૂછી રહ્યા છે કે સિરાઝે એવી કઇ ભૂલ કરી દીધી છે. બીજી ટેસ્ટ પહેલાં ટીમાં ઘણા ફેરફાર થયા પરંતુ તેમછતાં પણ સિરાઝને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. હવે લાંબા સમય સુધી ભારતીય ટેસ્ટ ટીમ કોઇ મુકાબલો પણ રમશે નહી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube