નવી દિલ્હી: ભારતીય ટીમ શ્રીલંકાના વિરૂદ્ધ બે મેચોની ટેસ્ટ સીરીઝમાં ટકરાઇ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ કમાલનું પ્રદર્શન કરી રહી છે અને ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાની નજીક છે. આ સીરીઝમાં ટીમના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને બેટ જોરદાર ગર્જ્યું છે. તો બીજી તરફ પંતે પિંક બોલ ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંતે ફટકારી સૌથી ફાસ્ટ ફિફ્ટી
તાબડતોડ વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે પોતાના નામે એક મોટો રેકોર્ડ કરી લીધો છે. જોકે હવે ભારત તરફથી સૌથી ફાસ્ટ ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેમણે આ મામલે કપિલ દેવ, શાર્દુલ ઠાકુર અને વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડેઓને પણ પાછળ છોડી દીધા છે. બીજી ટેસ્ટમાં બીજા દિવસે પંતની આંધી મેદાન પર જોવા મળી. આ બેટ્સમેને શ્રીલંકાઇ બોલરોની જોરદાર ધોલાઇ કરી અને ટેમને એક સારી લીડ અપાવવામાં મદદ કરી છે. 


ફફ્ક્ત 28 બોલમાં ફટકારી ફિફ્ટી
ઋષભ પંતે બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડીયા માટે બેટીંગ કરતાં ફક્ત 28 બોલમાં ફિફ્ટી ફટકારી છે. આમ કારનામો આજ સુધી ભારતનો કોઇ બીજો બેટ્સમેન કરી શક્યો નથી. આ પહેલાં આ રેકોર્ડ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવના નામે હતો, જેમણે 30 બોલમાં ફિફ્ટી ફટકારી છે. તો બીજી તરફ શાર્દુલ ઠાકુરનું નામ પણ ફક્ત 31 બોલમાં ફીફ્ટી છે. એવામાં પંતે 40 વર્ષ જૂના રેકોર્ડને એક ઝાટકે તોડી દીધો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube