નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને ઈનિંગ અને 222 રન હરાવીને બે મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ફુલ ટાઇમ કેપ્ટનના રૂપમાં રોહિતની આ પ્રથમ ટેસ્ટ મેચ હતી અને તેણે પર્દાપણ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. રોહિતે કેપ્ટન તરીકે પોતાની પર્દાપણ મેચમાં ઈનિંગથી જીત મેળવનાર માત્ર બીજો ભારતીય કેપ્ટન છે. તેની પહેલાં પોલી ઉમરીગરે 1956માં આ સિદ્ધિ હાસિલ કરી હતી. પ્રથમ ટેસ્ટ મેચ બાદ રોહિતે બીસીસીઆઈ ટીવી પર એક ઈન્ટરવ્યૂ આપ્યું છે, જેમાં તે ખુબ ભાવુક જોવા મળ્યો છે. 


રોહિતે બીસીસીઆઈ ટીવીની સાથે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યુ કે, તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે. શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા રોહિતને ભારતનો 35મો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ 12 માર્ચથી બેંગલુરૂમાં રમાશે. જે ડે-નાઇટ ટેસ્ટ હશે. ભારતીય કેપ્ટને કહ્યુ- ભારતીય ટીમની કમાન સંભાળવી અને આ લિસ્ટનો ભાગ બનવું મારા માટે એક મોટા સન્માનની વાત છે. મેં તે વિશે ક્યારેય વિચાર્યું નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube