બેંગલુરૂઃ ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને અંતિમ મેચ 12 માર્ચથી બેંગલુરૂમાં રમાવાની છે. આ ડે-નાઇટ ટેસ્ટ મેચ ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે ખાસ રહેવાની છે. ચિન્નાસ્વામીમાં રમાનારી આ પિંક બોલ ટેસ્ટ રોહિતના કરિયરની 400મી આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ સાથે તે સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં સામેલ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરતા રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 400 મેચ પૂરી કરી લેશે અને તે આ સિદ્ધિ મેળવનાર 9મો ભારતીય ખેલાડી બની જશે. ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડીની વાત કરીએ તો આ યાદીમાં સચિન તેંડુલકર 664 મેચની સાથે ટોપ પર છે. ત્યારબાદ એમએસ ધોની 538, રાહુલ દ્રવિડ 509, વિરાટ કોહલી 457, મોહમ્મદ અઝહરુદ્દીન 433, સૌરવ ગાંગુલી 424, અનિલ કુંબલે 403 અને યુવરાજ સિંહે 402 મેચ રમી છે. 


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાનો ધુંઆધાર પ્લેયર ગૂપચૂપ પરણી ગયો, દરિયા કિનારે લીધા સાત ફેરા


એક નજર રોહિત શર્માના કરિયર પર કરીએ તો તેણે અત્યાર સુધી 44 ટેસ્ટ, 230 વનડે અને 125 ટી20 મેચ રમી છે, જેમાં તેણે ક્રમશઃ 3076, 9283 અને 3313 રન બનાવ્યા છે. રોહિતના નામે વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદીનો રેકોર્ડ નોંધાયેલો છે. 


ભારતે શ્રીલંકાને મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈનિંગ અને 222 રનના અંતરથી માત આપી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ છે. રોહિત એન્ડ કંપનીની નજર હવે ચિન્નાસ્વામીમાં બીજી ટેસ્ટ જીતીને સિરીઝમાં ક્લીનસ્વીપ કરવા પર છે. આ મેચ જીતીને ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube