નવા વર્ષમાં ભારત આ ટીમની સાથે રમશે પ્રથમ સિરીઝ, જાહેર થયો કાર્યક્રમ
ભારતીય ટીમ 2020ની શરૂઆતમાં શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયા (Team India)ની નવા વર્ષથી પ્રથમ સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. વિરાટ કોહલી એન્ડ કંપની નવા વર્ષની શરૂઆતમાં શ્રીલંકાની યજમાની કરશે. બીસીસીઆઈએ બુધવારે ટીમ ઈન્ડિયાની શ્રીલંકા વિરુદ્ધ રમાનારી સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાશે.
બુધવારે બીસીસીઆઈ તરફથી ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ મેચોની ટી20 સિરીઝનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. સિરીઝની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ રમાશે, જ્યારે છેલ્લી મેચ 10 તારીખે રમાશે. આ મેચોની યજમાની માટે ગુવાહાટી, ઈન્દોર અને પુણેની પસંદગી કરવામાં આવી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટી20 5 જાન્યુઆરી, ગુવાહાટી
બીજી ટી20 7 જાન્યુઆરી, ઈન્દોર
ત્રીજી ટી20 10 જાન્યુઆરી પુણે