ટીમ ઇન્ડીયાની શ્રીલંકા સીરીઝમાં થયો મોટો ફેરફાર, જાણો ક્યાં અને ક્યારે યોજાશે મુકાબલો
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ 25 ફેબ્રુઆરીથી શરૂ થનારી શ્રીલંકા સામેની હોમ સિરીઝના શેડ્યૂલમાં મોટો ફેરફાર કર્યો છે. બીસીસીઆઈએ પોતે ઘોષણા કરતી વખતે પુષ્ટિ કરી હતી કે હવે T20 સીરીઝ બે ટેસ્ટ મેચ પહેલા યોજવામાં આવશે. શરૂઆતી કાર્યક્રમ અનુસાર, T20 પહેલા બે ટેસ્ટ મેચ યોજાવાની હતી, પરંતુ શ્રીલંકા ક્રિકેટની વિનંતી પર, BCCIએ આ ફેરફાર કર્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ 25 ફેબ્રુઆરીથી શરૂ થનારી શ્રીલંકા સામેની હોમ સિરીઝના શેડ્યૂલમાં મોટો ફેરફાર કર્યો છે. બીસીસીઆઈએ પોતે ઘોષણા કરતી વખતે પુષ્ટિ કરી હતી કે હવે T20 સીરીઝ બે ટેસ્ટ મેચ પહેલા યોજવામાં આવશે. શરૂઆતી કાર્યક્રમ અનુસાર, T20 પહેલા બે ટેસ્ટ મેચ યોજાવાની હતી, પરંતુ શ્રીલંકા ક્રિકેટની વિનંતી પર, BCCIએ આ ફેરફાર કર્યો છે.
BCCI એ કર્યો મોટો ફેરફાર
BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "શ્રીલંકા પ્રથમ ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરીઝ રમશે ત્યારબાદ બે ટેસ્ટ મેચ રમશે જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નો ભાગ છે." આ પ્રકારના સમાચારો હતા કે શ્રીલંકા સામે T20 નું આયોજન મોહાલી અને બેંગલુરૂમાં થનાર ટેસ્ટ મેચ પહેલાં કરવામાં આવશે અને હવે તેની પુષ્ટિ થઇ ગઇ છે.
શેરબજારે કર્યા માલામાલ, રાકેશ ઝુનઝુનવાલાએ આજે આ બે શેર વડે કમાયા 584 કરોડ
વિરાટ પણ રમશે તેની 100મી ટેસ્ટ
વિરાટ કોહલી 4 થી 8 માર્ચ દરમિયાન મોહાલીમાં તેની 100મી ટેસ્ટ રમે તેવી સંભાવના છે. બીજી ટેસ્ટ 12 થી 16 માર્ચ દરમિયાન બેંગ્લોરમાં રમાશે. પ્રથમ T20 25 ફેબ્રુઆરીએ લખનઉમાં રમાશે. ત્યારબાદ બીજી અને ત્રીજી મેચ 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે. શ્રીલંકા સીરીઝ માટે કાર્યક્રમ જાહેર કર્યા બાદ બીસીસીઆઈ ટૂંક સમયમાં ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરે તેવી આશા છે.
કોહલીએ છોડી દીધી છે કેપ્ટનશીપ
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી હાર્યાના એક દિવસ બાદ કોહલીના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું છે. કોહલીએ ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન તરીકેનો કાર્યકાળ સમાપ્ત કર્યો. તેમના નેતૃત્વમાં ભારતે 68 ટેસ્ટમાં 40 મેચ જીતી છે જ્યારે 17માં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન 11 મેચ ડ્રો રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube