નવી દિલ્હી : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રવિવારે ચેન્નાઇ ખાતે રમાનાર પ્રથમ વન ડે મેચ પૂર્વ ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરાયો છે. ઇજાગ્રસ્ત ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમમાંથી પડતો મુકાયો છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ રવિવારની આ પ્રથમ વન ડે મેચ માટે તૈયાર છે. રવિવારે રમાનાર આ મેચ પૂર્વે આ ફેરફાર કરાયો છે. ફાસ્ટ બોલર ભુવનશ્વર કુમારને બદલે શાર્દુલ ઠાકુરને ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ શનિવારે શાર્દુલ ઠાકુરને ટીમમાં સમાવેશ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ભુવનેશ્વર કુમાર વેસ્ટ ઇન્ડિઝ સાથે રમાયેલ ટી20 સીરિઝ રમ્યો હતો. આ સીરિઝની અંતિમ મેચ બુધવારે મુંબઇમાં રમાઇ હતી. જેમાં ભુવનેશ્વર કુમાર ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત થતાં ભુવનેશ્વર કુમારને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાયો હતો. જેમાં જણાયું હતું કે, તેમને હર્નિયાની બિમારી છે. આ મામલે તજજ્ઞોની મદદ લેવાઇ રહી છે અને સત્વરે આ મામલે કોઇ નિર્ણય લેવાશે. 


ધવન પણ છે બહાર
આપને જણાવીએ કે આ પહેલા શિખર ધવન ટીમ ઇન્ડિયામાંથી હાલ બહાર છે. ઘૂંટણ પર ઇજા થવાને કારણે તે વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝમાં ટીમમાંથી બહાર છે. શિખર ધવનના સ્થાને મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરાયો છે. પહેલા શિખરને માત્ર ટી20 માટે બહાર કરાયો હતો જોકે હવે વન ડે સીરિઝમાંથી પણ બહાર રહેશે. 


વનડે માટે ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વા.કેપ્ટન), મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube