ચેન્નઈઃ યજમાન ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજે પ્રથમ વન-ડે મેચ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીની પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારતના 288 રનનું લક્ષ્ય વેસ્ટ ઈન્ડીઝે માત્ર 2 વિકેટ ગુમાવીને 47.5 ઓવરમાં પાર કરી લીધું હતું. વેસ્ટ ઈન્ડીઝના વિજયમાં હેટમાયર અને શાઈ હોપની સદીનો મહત્વનો ફાળો રહ્યો હતો. હેટમાયરે 139 અને શાઈ હોપે 102 રન ફટકાર્યા હતા. બંનેએ બીજી વિકેટ માટે 218 રનની શાનદાર ભાગીદારી કરીને ટીમનો વિજય નક્કી કરી નાખ્યો હતો. ભારતીય બોલરો આજે નિષ્ફળ રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ રમવા ઉતરેલી ભારતીય ક્રિકેટ ટીમે 50 ઓવરમાં અય્યર અને પંતની ધમાકેદાર બેટિંગની મદદથી 8 વિકેટે 288 રન બનાવ્યા હતા. આ અગાઉ બંને ટીમ વચ્ચે ત્રણ ટી20 મેચની શ્રેણી રમાઈ હતી, જે ભારતે 2-1થી જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડીઝ પર ભારતનો આ સતત સાતમો શ્રેણી વિજય હતો. 


વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ્સ
ભારતના 288 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝ ટીમને પ્રથમ ફટકો પડ્યો છે. ચોથી ઓવરમાં જ તેનો ઓપનર સુનીલ અમ્બ્રીસ 9 રન બનાવીને આઉટ થયો છે. વેસ્ટ ઈન્ડીઝ સ્કોરઃ 11/1(4.1 ઓવર)


વેસ્ટ ઈન્ડીઝને પ્રથમ ઝટકો મળ્યા પછી બીજી વિકેટની ભાગીદારીએ ટીમને મજબુત સ્થિતિમાં લાવીને મુકી દીધી છે. સુનીલના આઉટ થયા પછી ત્રીજા ક્રમે રમવા આવાલે શિમરોન હેટમાયરે ટીમ માટે સેન્ચુરી ફટકારી હતી. તેણે 106 રનમાં 139 રન બનાવીને ટીમને મજબુત સ્થતિમાં લાવીને મુકી દીધી છે. હેટમાયરને ઓપનર શાઈ હોપનો પણ સારો સાથ મળ્યો. શાઈ હોપ 73 રને રમતમાં છે.


ભારતીય બોલરોને વેસ્ટ ઈન્ડીઝની બીજી વિકેટ પાડવામાં પરસેવો પડી ગયો હતો. હેટમાયરની વિકેટ મોહમ્મદ શમીએ ઝડપી હતી. હેટમાયર આઉટ થયો ત્યારે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 2 વિકેટે 239 રન છે. વેસ્ટ ઈન્ડીઝને 58 બોલમાં 56 રન બનાવવાના છે. 


હેટમાયર પછી શાઈ હોપે પણ વેસ્ટ ઈન્ડીઝ તરફથી સદી ફટકારી હતી અને ટીમને વિજય પણ અપાવ્યો હતો. શાઈ હોપે 151 બોલમાં 102 રન ફટકાર્યા હતા અને ઓપનિંગથી મેચ પુરી થઈ ત્યાં સુધી તે ક્રિઝ પર ટકી રહ્યો હતો. શાઈ હોપને ત્રીજી વિકેટમાં નિકોલસ પુરને સાથ આપ્યો હતો. ભારતે જીતવા માટે વિશાળ લક્ષ્ય આપ્યું હોવા છતાં પણ વેસ્ટ ઈન્ડીઝની ટીમે 8 વિકેટે વિજય માટે જરૂરી 288 રન 47.5 ઓવરમાં બનાવી લીધા હતા. 


ભારતીય બોલરોનું આજે ખરાબ પ્રદર્શન રહ્યું હતું. એક પણ બોલર વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેનને કાબુમાં રાખી શક્યો ન હતો. દીપક ચાહર અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી હતી. શિવમ દુબેએ સૌથી વધુ 7.5 ઓવરમાં 68 રન આપ્યા હતા. 


ભારતની ઈનિંગ્સ
ટી20ની જેમ જ વન ડેમાં પણ ભારતીય ઓપનિંગ જોડી સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી હતી. લોકેશ રાહુલ ટીમના 21ના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી વિરાટ કોહલી પણ ક્રિઝ પર ટકી શક્યો નહીં અને માત્ર 4 રન બનાવીને ટીમના 25ના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. આમ માત્ર 25ના સ્કોર પર ભારતના બે ટોચના ખેલાડી આઉટ થઈ જતાં ટીમ દબાણમાં આવી ગઈ હતી. 


ત્યાર પછી ત્રીજા ક્રમે રમવા આવેલા શ્રેયસ ઐયરે ઓપનર રોહિત શર્મા સાથે બાજી સંભાળી હતી અને બંનેએ ટીમનો સ્કોર આગળ ધપાવ્યો હતો. જોકે રોહિત શર્મા પણ 35 રન બનાવીને અલ્ઝારી જોસેફના બોલ પર પોલાર્ડના હાથે કેચ આઉટ થઈ જતાં ભારતીય ટીમને ત્રીજો મોટો ફટકો પડ્યો હતો. 


Yuvraj Singh Birthday Special: યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનની બહાર પણ શાનદાર ખેલાડી


ચોથા ક્રમે રમવા આવેલા ઋષભ પંતે ઐય્યર સાથે મળીને ધમાકેદાર બેટિંગ કરીને ટીમના સ્કોરને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ ચોથી વિકેટની ભાગીદારીમાં 114 રન ઉમેર્યા હતા. શ્રેયસ ઐય્યર 88 બોલમાં 70 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર પછી ઋષભ પંતે કેદાર જાધવ સાથે ટીમનો સ્કોર આગળ ધપાવ્યો હતો. ઋષભે 69 બોલમાં 71 રન ફટકાર્યા હતા. ઋષભ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 39.4 ઓવરમાં 210 પર પહોંચ્યો હતો. 


કેદાર જાધવ 35 બોલમાં 40 રન અને રવિન્દ્ર જાડેજાએ 21 બોલમાં 21 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 287 રન બનાવીને વેસ્ટ ઈન્ડીઝને વિજય માટે મોટું લક્ષ્ય આપ્યું છે. વેસ્ટ ઈન્ડીઝના શેલ્ડલ કોટરેલ, અઝારી જોસેફ અને રોસ્ટન ચેઝને 2-2 વિકેટ મળી હતી. કિરન પોલાર્ડે એક વિકેટ ઝડપી હતી. 


B'day Special: ફાસ્ટ બોલર બનવા માંગતો હતો, ભારતનો આ સૌથી સફળ ચાઇનામેન


પ્લેઈંગ ઈલેવન આ મુજબ છે 
ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત(વિકી), શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી.


વેસ્ટ ઈન્ડીઝ ટીમઃ કિરોન પોલાર્ડ(કેપ્ટન), શાઈ હોપ, સુનીલ અંબરીશ, શિમરોન હેટમાયર, નિકોલસ પુરન, રોસ્ટન ચેઝ, જેસન હોલ્ડર, કિમો પોલ, અલ્ઝારી જોસેફ, શેલ્ડન કોટ્રેલ, હેડન વોલ્સ જુનિયર. 


62-62 વિજય 
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અત્યાર સુધી કુલ 130 વન ડે મેચ રમાઈ છે. બંને ટીમે તેમાંથી 62-62 મેચ જીતી છે. બે મેચ ટાઈ રહી છે અને બાકીની ચાર મેચ અનિર્ણિત રહી છે.  એટલે કે, બંને ટીમ વચ્ચેની ટક્કર સમાન રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....