નવી દિલ્હીઃ India vs West Indies 1st Test Playing 11: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકાના વિંડસર પાર્કમાં રમાશે. ભારત માટે આ મેચમાં વિકેટકીપર બેટર ઈશાન કિશન અને ફાસ્ટ બોલર મુકેશ કુમાર પર્દાપણ કરી શકે છે. આ સિવાય ઓપનર યશસ્વી જાયસવાલ પણ ડેબ્યૂ કરે તેની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલ કરી શકે છે ઓપનિંગ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માની સાથે યુવા યશસ્વી જાયસવાલ ઓપનિંગ કરી શકે છે. યશસ્વી જાયસવાલે પ્રેક્ટિસ મેચમાં ઓપનર તરીકે સારૂ પ્રદર્શન કર્યું છે. તેવામાં પ્રથમ ટેસ્ટમાં યશસ્વીની ઓપનિંગ કરવાની શક્યતા વધારે લાગી રહી છે. 


ઈશાન કિશનને મળી શકે છે તક
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘર આંગણે રમાયેલી ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં કેએસ ભરતે પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પણ મેદાનમાં ઉતર્યો હતો. ભરત અત્યાર સુધી બેટથી ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેવામાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ઈશાન કિશનને પ્લેઇંગ ઈલેવનમાં તક આપવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ પ્રથમ ટી20માં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું, કેપ્ટન કૌરની તોફાની અડધી સદી


ત્રણ નંબર પર રમશે ગિલ!
છેલ્લા કેટલાક સમયથી ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ઓપનિંગ કરનાર શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજા ક્રમે બેટિંગ કરી શકે છે. ઘણા રિપોર્ટ્સમાં તે દાવો કરવામાં આવી રહ્યો છે કે ગિલ પુજારાના સ્થાને ત્રીજા ક્રમે બેટિંગ કરતો જોવા મળશે. પરંતુ આ મુદ્દે ટીમ મેનેજમેન્ટે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. 


મુકેશ કુમાર કરી શકે છે પર્દાપણ
મોહમ્મદ શમીની ગેરહાજરીમાં સિરાજની સાથે યુવા મુકેશ કુમાર નવો બોલ સંભાળી શકે છે. તો શાર્દુલ ઠાકુર ત્રીજો ફાસ્ટ બોલર હોઈ શકે છે. આ સિવાય સ્પિન વિભાગમાં રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિન હશે. 


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube