IND vs WI : હરભજનના ગળે ન ઉતરી `ભારતીય ટીમ`, પસંદગી સમિતિમાં ફેરફાર કરવા કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, એમએસકે પ્રસાદના નેતૃત્વવાળી પસંદગી સમિતિએ તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડીઝ શ્રેણી માટેની ભારતીય ટીમ પસંદ કરી છે, જેમાં સંજુ સેમસનને પસંદ કરાયો નથી. ત્યાર પછી પસંદગી સમિતિની ઘણી ટીકા થઈ રહી છે.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ(Bangladesh) સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા પછી ભારતીય ટીમ(Indian Cricket Team) હવે વેસ્ટ ઈન્ડીઝ(West Indies) સામે ટકરાવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચુકી છે, જેમાં સંજુ સેમસનનું (Sanju Samsan) નામ નથી. સંજુને ટીમમાં સામેલ ન કરવાની બાબત હરભજન સિંહ(Harbhajan Sinh) સહિત અનેક લોકોને ખટકી રહી છે. ઓફ સ્પિનર હરભજન સિંહે તો તેના માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના(BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીને (Saurav Ganguli) પસંદગી સમિતિમાં ફેરફાર કરવાની અપીલ પણ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, એમએસકે પ્રસાદના નેતૃત્વવાળી પસંદગી સમિતિએ તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડીઝ શ્રેણી માટેની ભારતીય ટીમ પસંદ કરી છે, જેમાં સંજુ સેમસનને પસંદ કરાયો નથી. ત્યાર પછી પસંદગી સમિતિની ઘણી ટીકા થઈ રહી છે. સંજુ સેમસનને બાંગ્લાદેશ સામેની ટી20 શ્રેણીમાં સ્થાન મળ્યું હતું, પરંતુ તે અંતિમ-11માં રમી શક્યો ન હતો.
Day-Night Test : સૌરવ ગાંગુલીને યાદ આવી ગઈ વર્લ્ડ કપ ફાઈનલ...
સંજુ સેમસનને ટીમમાંથી દૂર કરાયા પછી તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે નિરાશા સાથે ટ્વીટ કરી હતી કે, 'સંજુ સેમસનને તક આપ્યા વગર જ ટીમમાંથી દૂર કરી દેવાયો. આ વાતથી ઘણો નિરાશ છું. તે ત્રણ ટી20માં પાણી પીવડાવતો જોવા મળ્યો હતો. શું તેઓ તેની બેટિંગ જોઈ રહ્યા હતા કે પછી દિલ?'
પહેલવાન બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટે કરી સગાઈ, આવતા વર્ષે થશે લગ્ન
21 નવેમ્બરે વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણી માટે પસંદગી સમિતિએ જાહેર કરેલી ભારતીય ટીમ નીચે મુજબ છે.
વન ડે ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકી), શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.
ટી20 ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકી), શિવમ દુબે, વોશિંગટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube