નવી દિલ્હીઃ ત્રિનિદાદમાં પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની સિરીઝની ત્રીજી મેચ બંન્ને ટીમો માટે મહત્વની હતી. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ માટે મેચ તે માટે મહત્વની હતી કારણ કે તેના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલની આ અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. પ્રથમ બે મેચોમાં ક્રિસ ગેલ મોટી ઈનિંગ ન રમી શક્યો પરંતુ અંતિમ મેચમાં ગેલે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ ઓવર મેડલ રમ્યા બાદ ગેલે બીજી ઓવરમાં છગ્ગો ફટકારીનને પોતાનું ખાતું ખોલ્યું અને પછી ચોગ્ગા-છગ્ગાને જ રન બનાવવા માટે મહત્વ આપ્યું હતું. પ્રથમ પાંચ ઓવરોમાં ગેલે માત્ર એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને 10 રન બનાવ્યા જ્યારે ટીમના માત્ર 29 રન બન્યા હતા. ત્યારબાદ ગેલે ચોગ્ગા છગ્ગાનો વરસાદ શરૂ કર્યો અને દસમી ઓવરમાં ખલીલ અહમદની ઓવરમાં છગ્ગો ફટકારીને 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 


ગેલે પોતાની અડધી સદીમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેણે એવિન લુઈસની સાથે મળીને ટીમને 50 રન 7મી ઓવરમાં પૂરા કર્યાં હતા. ત્યારબાદ તેના 50 રન પૂરા થયા તો ટીમનો સ્કોર 100ની નજીક હતો. 10મી ઓવર સુધી ગેલે પોતાની ટીમનો સ્કોર 114 રન કરીને વિન્ડીઝને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. આ સાથે લુઈસે 28 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી. 

T20 ટીમમાં ડેલ સ્ટેનની પસંદગી નહીં, નિરાશ સ્ટેને વિરાટની માગી માફી


11મી ઓવરમા ગેલ ખલીલ અહમદની ઓવરમાં વિરાટ કોહલીના હાથે કેચઆઉટ થયો હતો. ગેલે 41 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાની સાથે 72 રન બનાવ્યા હતા.