નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાંચમી વનડેમાં રોહિત શર્મા (56 બોલ, 63 રન, 5 ફોર, 4 સિક્સ)એ બીજી સિક્સ ફટકારતના વનડે ક્રિકેટનો વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. નોંધનીય છે કે તેના વનડે કેરિયરની આ 200મી સિક્સ હતી. આ સાથે તેણે વનડેમાં સૌથી ઝડપી 200 સિક્સ (ઈનિંગના આધાર પર) ફટકારના બેટ્સમેન બની ગયો છે. તેણે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ અફરીદીને પાછળ છોડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફરીદીએ અહીં સુધી પહોંચવા માટે 195 ઈનિંગ રમી હતી, જ્યારે ભારતીય ઓપનિંગ બેટ્સમેને 187મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. મહત્વનું છે કે એક મેચ પહેલા જ 162 રનની ઈનિંગ રમનાર રોહિત શર્માએ સિક્સ ફટકારવાના મામલામાં દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડ્યો હતો. રોહિત શર્માએ 137 બોલની ઈનિંગમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ તેના નામે કુલ 198 છગ્ગા થઈ ગયા હતા. 


સૌથી ઓછી ઈનિંગમાં 200 સિક્સ સુધી પહોંચવાના મામલામાં રોહિત, અફરીદી બાદ એબી ડિવિલિયર્સ (214)નો નંબર આવે છે. ચોથા નંબર પર બ્રેન્ડન મેક્કુલમ (228) છે, જ્યારે પાંચમાં નંબર પર ક્રિસ ગેલ (241) છે. 

INDvsWI: માત્ર 46 ઓવરમાં તિરૂવનંતપુરમ વનડે પૂરી, ભારતનો 3-1થી શ્રેણી વિજય


માત્ર ધોની આગળ
ભારત તરફથી સૌથી વધુ સિક્સ ફટકારવાની વાત કરીએ તો અહીં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આવે છે. અત્યાર સુધીના કેરિયરમાં 331 વનડે રમી ચુકેલા ધોનીએ 281 ઈનિંગમાં કુલ 218 સિક્સ ફટકારી છે અને સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલામાં તે વિશ્વનો ચોથો બેટ્સમેન છે. ભારતીયોમાં માત્ર ધોની જ રોહિતથી આગળ છે. 


અફરીદીના નામે સૌથી વધુ સિક્સ
વનડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાની વાત આવે તો, આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અફરીદીનું નામ છે. અફરીદીએ કુલ 398 વનડે મેચ રમીને 269 ઈનિંગમાં સૌથી વધુ 351 સિક્સ ફટકારી છે. વિશ્વમાં કોઈપણ બેટ્સમેન તેની આસપાસ નથી. અફરીદી બાદ બીજા સ્થાન પર વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનું નામ આવે છે, જેના નામે 275 સિક્સ છે. ત્રીજા નંબર પર શ્રીલંકાનો સનથ જયસૂર્યાના નામે 270 સિક્સ છે.