નવી દિલ્હી: કેપ્ટન રોહિત શર્મા હંમેશાથી ખેલાડીઓને સપોર્ટ કરવા માટે જાણીતો છે. તેણે ઇશાન કિશનને ઘણી તકો આપી પરંતુ તે તેની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહીં. કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરી રહ્યા છે. એવામાં વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી ટી20 મેચમાં રોહિત શર્મા ઇશાન કિશનની જગ્યાએ એક ધાકડ ખેલાડીને તક આપી શકે છે. આ ખેલાડીને વધારે મેચ રમવાની તક મળી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇશાનની જગ્યા આ ખેલાડીને મળશે તક!
વેસ્ટ ઇન્ડિઝની સામે મેચમાં ઇશાન કિશન ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. તેના બેટથી રન બની રહ્યા નથી. માત્ર રન જ નહીં વિકેટ પણ બચાવવામાં નિષ્ફળ રહ્યો છે. કેએલ રાહુલ ઇજાગ્રસ્ત હોવાના કારણે વેસ્ટ ઇન્ડિઝ સામે સીરિઝમાં રમી શકતો નથી. એવામાં ઇશાન કિશન સોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો અને બંને ટી20 મેચમાં ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો છે. એવામાં ટીમ ઇન્ડિયામાંથી તેનું પત્તું કટ થવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને તક મળી શકે છે.


ટીમ માટે બની ગયો મોટો બોજ
ઈશાન કિશન ખૂબ જ ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતી વખતે તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે અને કોઈ મોટી સિદ્ધિ દર્શાવી શક્યો નથી. ઈશાન કિશનની ધીમી બેટિંગ માટે તેની પણ ટીકા થઈ રહી છે. તે પોતાની લયમાં બિલકુલ નથી લાગતો. તેના ટીમમાં રહેવા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી20 મેચમાં તેણે 41 બોલમાં 35 રન બનાવ્યા હતા. ત્યારે બીજી ટી20 મેચમાં તેણે માત્ર 2 રન બનાવ્યા. જ્યારે ટીમ ઈન્ડિયાને તેની પાસેથી મોટી ઈનિંગની આશા હતી, ત્યારે તે ટીમની બોટને અધવચ્ચે છોડીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડેમાં ઓપનિંગ કરવાનો મોકો પણ મળ્યો હતો, પરંતુ તે મેચમાં પણ તે કોઈ મોટી સિદ્ધિ ન બતાવી શક્યો, તેથી તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો બોજ બની ગયો છે.


શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે ઋતુરાજ ગાયકવાડ
ઋતુરાજ ગાયકવાડ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેની પાસે બોલને ફટકારવાની અદભૂત ક્ષમતા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં ગાયકવાડને એક પણ મેચ રમવાની તક મળી નથી. ભારતીય ટીમે સીરિઝ પણ જીતી લીધી છે. આવી સ્થિતિમાં ગાયકવાડને તક આપવામાં આવી શકે છે. ઋતુરાજ ગાયકવાડે પોતાના દમ પર CSK ટીમને ચેમ્પિયન બનાવી છે. તેણે IPL 2021 માં CSK માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેના બેટની ગુંજ આખી દુનિયાએ સાંભળી છે. ઋતુરાજે CSK માટે 16 મેચમાં 636 રન બનાવ્યા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેણે શાનદાર રમતનો નજારો રજૂ કર્યો છે. તેની ખતરનાક રમત જોઈને CSK ટીમે તેને જાળવી રાખ્યો છે. આ ખેલાડીએ પોતાની પ્રતિભાના દમ પર પોતાનું નામ બનાવ્યું છે. ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં પણ ઓપનિંગ દરમિયાન રનનો વરસાદ કર્યો હતો.


ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં દેખાડ્યો દમ
ઋતુરાજ ગાયકવાડે પોતાની રમતથી બધાના દિલ જીતી લીધા છે. IPL માં ઓરેન્જ કેપ જીત્યા બાદ તેણે વિજય હજારે ટ્રોફીમાં સતત ચાર સદી ફટકારીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. શરૂઆતમાં તે ધીમે ધીમે તેની ઇનિંગ્સ આગળ વધે છે, પછી તોફાની રીતે ખતરનાક બોલર પર હુમલો કરે છે. તે ડેથ ઓવર્સમાં ખૂબ જ આક્રમક બેટિંગ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube