નવી દિલ્હીઃ ફુલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ રોહિત શર્મા (Rohit Sharma) ની આ પહેલી વનડે સિરીઝ હશે, પરંતુ હવે તેમની સામે અનેક અવરોધો આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયા (Team India)ના ઘણા સ્ટાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખી સિરીઝમાંથી બહાર થઈ ગયા. જ્યારે, ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની હારને ભૂલીને નવી શરૂઆત કરવા ઈચ્છશે. ટીમમાં ઘણા વિસ્ફોટક ખેલાડીઓનો સમાવેશ થાય છે, પરંતુ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ચોક્કસપણે એક સ્ટાર ખેલાડીની ખોટ અનુભવશે, જે વેસ્ટ ઈન્ડિઝ (West Indies)ની આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડી પોતાના દમ પર આખી મેચ બદલવામાં સક્ષણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતને ખલશે આ ખેલાડીની કમી
વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ (West Indies Series) માટે ઘાતક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ટીમ ઈન્ડિયા (Team India)માં આરામ આપવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ સીરીઝ બાદ જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારથી તે સાઉથ આફ્રિકા પ્રવાસ અને વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાંથી બહાર છે. જ્યારે, આ સીરિઝ માટે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનો બોલિંગ આક્રમણ થોડો નબળો દેખાઈ રહ્યો છે. રવિન્દ્ર જાડેજા એવો ખેલાડી છે જે ટીમ માટે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. તેની સ્કૂર્તી મેદાન પર દરેક ખેલાડીઓને પ્રેરિત કરે છે અને તે બોલને પણ વિકેટ પર એવી રીતે ફેંકે છે કે જાણે કોઈ શૂટર લક્ષ્ય સાંધતો હોય. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આ ઓલરાઉન્ડરની ખોટ થઈ શકે છે.


બિનઅનુભવી છે બોલિંગ આક્રમણ
રવિન્દ્ર જાડેજાના સ્થાને શાર્દુલ ઠાકુર અને દીપક ચહરને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. જ્યારે આ બંને ખેલાડીઓ પાસે વધુ વનડે મેચ રમવાનો અનુભવ નથી. શાર્દુલ ઠાકુરે 17 વનડે અને દીપક ચહરે માત્ર 6 વનડે રમી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ હોમ ગ્રાઉન્ડ પર વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 18 વન-ડેમાં 30 વિકેટ લીધી છે. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ જાડેજાની ખતરનાક બોલિંગથી ડરે છે. જાડેજા ટીમમાં ન હોવાથી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પર શાનદાર પ્રદર્શન કરવાની મોટી જવાબદારી છે.


ત્રણેય ફોર્મેટમાં હિટ છે જાડેજા 
રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયા માટે સંક્ટમોચન તરીકે ઉભરી આવ્યા છે. તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સૌથી મોટો મેચ વિનર છે. ખતરનાક બોલિંગની સાથે તે ડેથ ઓવરોમાં તોફાની બેટિંગ માટે પણ જાણીતો છે. તેણે પોતાની બેટિંગના દમ પર ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતાડી છે. જ્યારે, ભારતીય પીચ હંમેશા સ્પિનરો માટે મદદગાર રહી છે, આવી સ્થિતિમાં જાડેજાએ હંમેશા પોતાની જાદુઈ બોલિંગથી વિરોધી ટીમને હંફાવી છે. તેના સ્પિનના જાદુથી આખી દુનિયા સારી રીતે વાકેફ છે.


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતની ODI મેચો
6 ફેબ્રુઆરી: પહેલી ODI (અમદાવાદ)
9 ફેબ્રુઆરી: બીજી ODI (અમદાવાદ)
11 ફેબ્રુઆરી: ત્રીજી ODI (અમદાવાદ)


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતની T20 મેચ
16 ફેબ્રુઆરી: પહેલી T20 (કોલકાતા)
18 ફેબ્રુઆરી: બીજી T20 (કોલકાતા)
ફેબ્રુઆરી 20: ત્રીજી T20 (કોલકાતા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube